મોસુલઃ ઈરાકના મોસુલમાં ISIS આતંકીને પકડવા ગયેલી સ્વાટની ટીમ આતંકવાદી શિફા-અલ-નિમા ઉર્ફે જબ્બા ધ જિહાદીને જોઈ ચોંકી ગઈ હતી. આતંકીનું વજન એટલું વધારે હતું કે પોલીસને જોઈ હલી પણ શકતો નહોતો. 250 કિલો વજન ધરાવતાં આતંકીને લઈ જવા માટે પોલીસ વાન પણ નાની પડી હતી, બાદમાં તેને લઈ જવા પિકઅપ ટ્રક બોલાવવો પડ્યો હતો. આતંકીને લઈ જવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


જબ્બા ધ જિહાદી ઓબેસિટીનો શિકાર બનેલો છે. આઈએસઆઈએસના ટોચના નેતાઓમાંથી એક માનવામાં આવતો જબ્બા ધ જિહાદી સુરક્ષા દળો સામે ભડકાઉ ભાષણ આપવા માટે જાણીતો હતો.



શિફ અલ નિમા અંગે માહિતી મેળવી ચુકેલા બ્રિટિશ એક્ટિવિસ્ટ માજિદ નવાજ મુજબ, તે પોતાના ભાષણ દ્વારા આતંકીઓ તૈયાર કરતો અને બ્રેઈન વોશ કરતો હતો. તેને શરૂઆતથી આઈએસઆઈએસનો મોટો લીડર માનવામાં આવ્યો હતો. તે ફતવા બહાર પાડતો હતો, જે બાદ આતંકી ખુલ્લેઆમ હિંસા કરતા હતા.

US પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું, મરતાં પહેલા ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની બોલ્યો હતો- અમેરિકાને......

NZ A vs IND A: ન્યૂઝીલેન્ડ પહોંચતાં જ પૃથ્વી શૉએ મચાવી ધમાલ, રમી 150 રનની તોફાની ઈનિંગ

INDvAUS: આજના નિર્ણાયક મુકાબલામાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, કોહલીના માનીતા ખેલાડીનો થઈ શકે સમાવેશ