બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બપોરે 1.30 કલાકથી મેચની શરૂઆત થશે. સીરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. જે બાદ રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રનથી વિજય થયો હતો. તેથી બેંગલુરુમાં સીરિઝનો નિર્ણાયક મુકાબલો થશે. જે ટીમ મેચ જીતશે સીરિઝ તેના નામે થશે.
ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટૉસ થશે અને 1.30 કલાકથી મેચની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને શિખર ધવનની ઈજા ચિંતાનું કારણ છે. શનિવારે આવેલા રિપોર્ટ પ્રમાણે મેચ શરૂ થવાના થોડા સમય પહેલા જ તેમને ટીમમાં સામેલ કરવા કે નહીં તેનો નિર્ણય લેવાશે. જો આ બંને ખેલાડી સંપૂર્ણ ફીટ નહીં હોય તો તેમના સ્થાને કોનો સમાવેશ કરવો તે નિર્ણય મુશ્કેલ બની શકે છે.
આ ઉપરાંત મિડલ ઓર્ડરમાંથી મનીષ પાંડેના સ્થાને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થઈ શકે છે. ચહલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતો હોવાથી આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. જેના કારણે પીચથી તે સારી રીતે માહિતગાર છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પ્રથમ બે વન ડેમાં ભારતીય સ્પિનર્સનો મક્કમતાથી સામનો કર્યો છે તેને જોતાં ચહલનો પણ સમાવેશ થઈ શકે છે.
આજની સંભવિત પ્લેઇંગ ઈલેવનઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
INDvAUS: આજે ત્રીજી અને અંતિમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત
સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ વધ્યો, આજે શિરડી બંધનું એલાન
INDvAUS: 4 રન બનાવતાં જ રોહિત શર્મા તેંડુલકર, ગાંગુલીને રાખી દેશે પાછળ, જાણો વિગતે
INDvAUS: આજના નિર્ણાયક મુકાબલામાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, કોહલીના માનીતા ખેલાડીનો થઈ શકે સમાવેશ
abpasmita.in
Updated at:
19 Jan 2020 09:22 AM (IST)
મિડલ ઓર્ડરમાંથી મનીષ પાંડેના સ્થાને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થઈ શકે છે. ચહલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતો હોવાથી આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. જેના કારણે પીચથી તે સારી રીતે માહિતગાર છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પ્રથમ બે વન ડેમાં ભારતીય સ્પિનર્સનો મક્કમતાથી સામનો કર્યો છે તેને જોતાં ચહલનો પણ સમાવેશ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -