નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકની રાજધાની બગદાદમાં માર્યા ગયેલા ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની પર કરવામાં આવેલા હુમલાની પૂરી કહાની સંભળાવી હતી. શુક્રવારે ફ્લોરિડામાં તેમના નિવાસ સ્થાને રિપબ્લિકન પાર્ટીના ડોનર્સ માટે યોજાયેલી ડિનર પાર્ટી યોજી હતી. જેમાં ટ્રમ્પે કેવી રીતે ઈરાની કમાંડર સુલેમાની પર હુમલો કર્યો તે જણાવ્યું હતું.

અમેરિકન મીડિયા સીએનએને એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યો છે. જેમાં ટ્રમ્પ 3 જાન્યુઆરીએ બગદાદમાં થયેલા હુમલાની મિનિટ ટૂ મિનિટ જાણકારી આપતા સાંભળી શકાય છે. આ ડ્રોન  હુમલામાં ઈરાની કમાંડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. સીએનએન દ્વારા જાહેર કરાયેલા ઓડિયોમાં ટ્રમ્પ ત્યાં હાજર રહેલા લોકોને કહે છે, “તે આપણા દેશ વિશે ખરાબ બોલતો હતો. અમે તમારા દેશ પર હુમલો કરવા જઈ રહ્યા છીએ, તમારા લોકોને મારવા જઈ રહ્યા છીએ.”

આ ઓડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, સુલેમાની પર અટેક કે ઓપરેશન 2 મિનિટ 11 સેકન્ડનું હતું. આ ઓપરેશનનું લાઇવ રિપોર્ટિંગ ત્યાં જ આપવામાં આવતું હતું. ઓડિયોમાં સેના અધિકારી ટ્રમ્પને એમ કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, સર  તેની પાસે બે મિનિટ 11 સેકન્ડ છે જીવવા માટે. તે લોકો કારમાં છે સર.. તેઓ બૂલેટપ્રૂફ ગાડીમાં જઈ રહ્યા છે. સર, તેમની પાસે જીવવા માટે આશરે એક મિનિટનો સમય છે. સર... 30 સેકન્ડ, 10 સેકન્ડ, 9,8.... આ પછી એક ધડાકાનો અવાજ આવે છે. તેઓ મરી ચુક્યા છે સર.

અમેરિકામાં ડેમોક્રેટ્સ અને અન્ય ક્રિટિક્સમાં અમેરિકન રાષ્ટ્રપતિના આદેશ પર થયેલા હુમલાના ટાઇમિંગ પર સવાલ ઉઠાવ્યો છે. ટ્રમ્પે મહાભિયોગ ટ્રાયલનો સામનો કરવાનો છે તેવા જ સમયે ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો.

NZ A vs IND A: ન્યૂઝીલેન્ડ પહોંચતાં જ પૃથ્વી શૉએ મચાવી ધમાલ, રમી 150 રનની તોફાની ઈનિંગ

INDvAUS: આજના નિર્ણાયક મુકાબલામાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, કોહલીના માનીતા ખેલાડીનો થઈ શકે સમાવેશ