FIAએ બુધવારે 880 પાનાની મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની એક યાદી જાહેર કરી છે, જેમાં 1210 હાઈ પ્રોફાઈલ અને દેશના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના નામ સામેલ છે. તેમાં ભારતના તે 11 ગુનેગાર છે. જેમનો મુંબઈ હુમલામાં હાથ હતો.
આ લિસ્ટમાં સૌથી ઉપર મુલ્તાનનો રહેવાશી મોહમ્મદ અમઝદ ખાન છે, જેણે દરિયાના રસ્તે આતંકીઓને ઘૂસવા માટે બોટ ખરીદી આપી હતી. અમઝદે જ કરાચીથી લાઈફ જેકેટ અને નવી મોટર બોટ ખરીદી હતી. તેના નામ સાથે જ પાકિસ્તાને સ્વીકાર્યું કે, બહાવલપુરના રહેવાશી શાહિદ ગફૂર ઘૂસણખોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોટનો કેપ્ટન હતો. આતંકીઓની મદદ કરનાર અન્ય લોકો પણ હતા, જેના નામ પાકિસ્તાને પહેલીવાર દુનિયા સામે ઉજાગર કર્યા છે. આ નામોમાં મોહમ્મદ ઉસ્માન, અતીક-ઉર-રહેમાન, રિયાઝ અહમદ, મુહમ્મદ મુશ્તાક, અબ્દુલ શકૂર, મોહમ્મદ ઉસ્માન અને શકીલ અહમદ છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન દેખાડો કરવા માટે પોતાના દેશમાં કેટલાક આતંકીઓ પર કાર્યવાહી તો કરી હતી પરંતુ સત્તાવાર રીતે એ વાતનો ઈનકાર કરી દીધો હતો કે, આતંકી તેણે મોકલ્યા હતા. હાલમાં પાકિસ્તાન FATF ની ગ્રે-લિસ્ટમાં અને આ વખતે ખૂબજ મુશ્કેલીથી બ્લેક લિસ્ટ થવાથી બચ્યું છે.