ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડાના જેક્સનવિલેમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયાના રિપોર્ટ્સ છે. જૈક્સનવિલે શેરિફ કાર્યાલયે ટ્વિટ કરી આ ઘટનાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયરિંગ એક વીડિયો ગેમ ટુનામેન્ટમાં થઇ હતી. આ ફાયરિંગમાં એક સંદિગ્ધ હુમલાખોરને ઠાર મારી દેવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટના અમેરિકાના જેક્સનવિલ શહેરમાં એક એન્ટરટેઇમેન્ટ કોમ્પ્લેક્સમાં થઇ હતી.

જાણકારી અનુસાર, હુમલાખોરની ઓળખ 24 વર્ષના ડેવિડ કટ્ઝ નામના વ્યક્તિ તરીકે થઇ છે જે બાલ્ટીમોરનો રહેવાસી હતો. ટુનામેન્ટના લાઇવ વીડિયોમાં ફાયરિંગનો અવાજ સંભળાઇ શકાતો હતો. આ ટુનામેન્ટમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો ઘટના સમયે અમેરિકન ફૂટબોલ ગેમ મેડન રમી રહ્યા હતા. લોસ એન્જલસ ટાઇમ્સના કહેવા પ્રમાણે, એક ગેમરે હાર બાદ ફાયરિંગ કર્યું હતુ અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ રિપોર્ટમાં અન્ય એક ગેમરને ટાંકીને આ વાત કહેવામાં આવી હતી.