લંડનઃ એસેક્સમાં લૉરી કન્ટેનરમાંથી એકસાથે મળ્યા 39 લોકોના મૃતદેહ, મચ્યો હડકંપ
abpasmita.in | 23 Oct 2019 02:49 PM (IST)
લૉરી કન્ટેનરનો ડ્રાઇવર માત્ર 25 વર્ષનો જ છે, સુત્રો અનુસાર એસેક્સ પોલીસને જે 39 મૃતદેહો મળ્યા છે, તેમાં 38 વયસ્ક અને એક કિશોર સામેલ છે
લંડનઃ લંડનના એસેક્સ વિસ્તારમાં એક લૉરી કન્ટેનરમાંથી 39 લોકોના મૃતદેહો મળવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ઘટના બાદ અહીં લોકોમાં ભય ફેલાઇ ગયો છે. મૃતદેહો મળ્યા બાદ તરતજ પોલીસે એમ્બ્યૂલન્સને બોલાવી હતી. પોલીસે લૉરી કન્ટેનરને ઉત્તરી આયરલેન્ડમાંથી પકડી પાડ્યો છે અને તેની પુછપરછ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લૉરી કન્ટેનરનો ડ્રાઇવર માત્ર 25 વર્ષનો જ છે, સુત્રો અનુસાર એસેક્સ પોલીસને જે 39 મૃતદેહો મળ્યા છે, તેમાં 38 વયસ્ક અને એક કિશોર સામેલ છે. પોલીસ અનુસાર, લૉરી કન્ટેનર બુલ્ગારિયાથી આવ્યો હતો અને તેને શનિવારે હૉલહેડ મારફતે દેશમાં પ્રવેશ કર્યો હતો. હાલ પોલીસ આ આખી ઘટનાની તપાસમાં જોડાઇ છે. હજુ સુધી જાણી નથી શકાયુ કે આટલા બધા મૃતદેહો આવ્યા છે ક્યાંથી અને કોના છે.