નવી દિલ્હીઃ મેડિકલ જર્નલ The Lancetના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં કોરોનાના કારણે થનારી મોતનો આંકડો 40 લાખથી વધુ છે. The Lancetએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતમાં કોવિડના કારણે મૃત્યુઆંક સત્તાવાર આંકડા કરતા 8 ગણો વધુ છે.


ભારત સરકારના સત્તાવાર આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4,89,000 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ રીતે જો લેન્સેટના દાવાને સાચો માનવામાં આવે તો દેશમાં કોરોનાને કારણે 40 લાખથી વધુ લોકોના મોત થયા છે.


The Lancetને એક નવા રિસર્ચ પેપરમાં સંકેત આપ્યો હતો  કે ભારતમાં કોવિડ-19થી નોંધાયેલા મૃત્યુની સંખ્યા ઘણી ઓછી હતી. લેન્સેટ અનુસાર, 2021ના ​​અંત સુધીમાં ભારતમાં કોરોનાને કારણે વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થયા છે અને તેમની સંખ્યા લગભગ 40.7 લાખ હતી. લેન્સેટનું આ રિસર્ચ પેપર શુક્રવારે પ્રકાશિત થયું હતું અને કહેવામાં આવ્યું હતું કે એવી આશંકા છે કે 31 ડિસેમ્બર, 2021 સુધી, કોવિડ-19ને કારણે સમગ્ર વિશ્વમાં 1.82 કરોડ લોકોના મોત થયા છે. જે વિશ્વભરમાં નોંધાયેલા 5.9 મિલિયન મૃત્યુના સત્તાવાર રેકોર્ડ કરતાં ત્રણ ગણા વધુ છે.


 બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આંશિક રીતે ભંડોળ મેળવનાર મેડિકલ જર્નલ લેસેન્ટે જણાવ્યું કે જોકે 1 જાન્યુઆરી, 2020 અને ડિસેમ્બર 31, 2021 વચ્ચે વિશ્વભરમાં કોવિડ-19થી નોંધાયેલા મૃત્યુની કુલ સંખ્યા માત્ર 5.9 મિલિયન હતી. જ્યારે અમારો અંદાજ હતો કે કોરોનાના કારણે વિશ્વભરમાં 1.82 કરોડ લોકો મૃત્યુ પામ્યા છે.


લેન્સેટ અનુસાર, કોવિડ-19ને કારણે ભારતમાં 40.7 લાખ, અમેરિકામાં 11.3 લાખ અને રશિયામાં 10.7 લાખ લોકોના મોત થયા છે. ભારતમાં કોવિડ-19ને કારણે થયેલા મૃત્યુનો સત્તાવાર આંકડો 4,89,000 છે. ભારતમાં નોંધાયેલ કોવિડ મૃત્યુ દર 1,00,000 દીઠ 18.3 છે. જ્યારે લેન્સેટનો અંદાજ છે કે વાસ્તવિક મૃત્યુઆંક 40.7 લાખ છે. જે સત્તાવાર આંકડા કરતા આઠ ગણા વધુ છે. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં, વિશ્વભરમાં કોરોનાથી થયેલા મૃત્યુમાં ભારતનો હિસ્સો 22.3% રહ્યો છે