બીજિંગઃ ચીને 90 લાખની વસ્તી ધરાવતા પૂર્વોત્તર શહેર ચાંગચુનમાં લોકડાઉન લગાવવાનો શુક્રવારે આદેશ આપ્યો છે. ચીને લોકડાઉન લગાવવાનો આ આદેશ આ ક્ષેત્રમાં વધતા કોરોનાના કેસના કારણે આપ્યો હતો. સરકારના આદેશ અનુસાર લોકોએ ઘરમાં જ કેદ રહેવું પડશે અને ત્રણ તબક્કાની સામૂહિક તપાસમાંથી પસાર થવું પડશે. જ્યારે બિન આવશ્યક વ્યવસાયોને બંધ કરી દેવામાં આવ્યા છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને સ્થગિત કરી દેવામાં આવી છે.
સ્થાનિક ટ્રાન્સમિશનના 397 કેસ
દેશભરમાં ચીનમાં સ્થાનિક ટ્રાન્સમિશનના 397 વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી 98 કેસ જિલિન પ્રાંતમાંથી આવ્યા છે. શહેરમાં માત્ર બે કેસ નોંધાયા છે. જો કે, સત્તાવાળાઓએ કોરોના મહામારીથી સંપૂર્ણ મુક્ત થવાની ચીનની નીતિના ભાગરૂપે એક અથવા વધુ કેસ ધરાવતા વિસ્તારોમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન, આરોગ્ય આયોગે કહ્યું હતું કે ચીન પ્રથમ વખત ઝડપી એન્ટિજન પરીક્ષણ શરૂ કરશે કારણ કે કોવિડ 19ના કેસમાં સતત વધી રહ્યો છે.
કોવિડ 19નો સૌ પ્રથમ કેસ પણ ચીનમાં જોવા મળ્યો હતો
2019 ના અંતમાં ચીનમાં પ્રથમવાર કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. પરંતુ સરકારે તેની સરહદો બંધ રાખીને સ્નેપ લોકડાઉન અને સામૂહિક પરીક્ષણ દ્વારા મોટાભાગે તેને નિયંત્રણમાં રાખ્યું હતુ.
લોકડાઉન સામે ચેતવણી
જોકે ચીનની સેન્ટ્રલ ઇકોનોમિક પ્લાનિંગ એજન્સીએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે મોટા લોકડાઉન અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે, અને એક ટોચના ચાઇનીઝ વૈજ્ઞાનિકે ગયા અઠવાડિયે કહ્યું હતું કે દેશ અન્ય દેશોની જેમ વાયરસ સાથે સહઅસ્તિત્વ મેળવવાનું લક્ષ્ય રાખવું જોઇએ.
5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?
Punjab CM Oath Ceremony: આ તારીખે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન