નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. માત્ર ચીન અને ઈટાલીમાં જ વાયરસના કારણે 7000 લોકોના મોત થયા છે. કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. પરંતુ હવે ત્યાં ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. ફિલ્મ સમીક્ષક અતુમલ મોહને ચીનને લઈ કરેલું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

ટ્વિટ કરીને શું લખ્યું અતુલ મોહને

અતુલ મોહને ટ્વિટમાં ચીન અંગે વાત કરતાં લખ્યું, ચીન તેના વેપાર તરફ ફરી એકવાર આગળ વધી રહ્યું છે. ત્યાં 500થી વધારે સિનેમાઘરોને ફરીથી ખોલવામાં આવ્યા છે. પરંતુ અનેક જગ્યાએ એકપણ ટિકિટ વેચાઈ નથી. તમે લોકો શું પ્રતિક્રિયા આપો છો તે મારે જોવું છે.

કોણ છે અતુલ મોહન

અતુલ મોહન મૂવી બિઝનેસ સમીક્ષક છે. જે તેમના વિચારોને લઈ ખૂબ એક્ટિવ રહે છે.

ભારતમાં શું છે સ્થિતિ

ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 499 થઈ ગઈ છે. ગઈકાલે 103 દર્દી સામે આવ્યા હતા. અત્યાર સુધી વાયરસથી 10 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 89 લોકો સંક્રમિત છે.