પાકિસ્તાનમાં એક વાર જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. એક સાથે 60 હિન્દુઓને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. આ ધર્મપરિવર્તન કરાતી વખતનો વીડિયો પણ બહાર આવ્યો છે. વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. 


વીડિયોમાં જોઇ શકાય છે કે મૌલવી 60 હિન્દુઓને ઈસ્લામના શપથ લેવડાવી  ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. આ વીડયો 7 જુલાઈનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધના મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફ નિજામનીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર મુક્યો છે.


આ વીડિયો પર કોમેન્ટ કરતા રાજકુમાર વણઝારા નામની વ્યક્તિએ લખ્યું છે કે, પાકિસ્તાનમાં ધર્મપરિવર્તન હવે સામાન્ય થઈ ગયું છે. ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. બધુ જાહેરમાં થાય છે. હવે એ દિવસો દુર નથી કે અહીં એક પણ હિન્દુ બચશે નહિ. 


નોંધીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ધર્મપરિવર્તન પર એક સંસદીય સમિતિની રચના કરી છે, જે બળજબરીથી થતા ધર્મપરિવર્તનને રોકવા પર કામ કરી રહી છે. જોકે ઈમરાન ખાનના નવા પાકિસ્તાનમાં હવે આ બધુ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

PM મોદીએ આકાશી આફતમાં જાહેર કર્યું વળતર


દેશમાં ગઈ કાલે રવિવારે વીજળી પડતાં અલગ અલગ બનાવમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા, જ્યારે ઇજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.


યુપીના પ્રયાગરાજ જિલ્લામાં અલગ અલગ ચાર જગ્યાએ રવિવારે વીજળી પડતા કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં સોરાવમાં મહત્તમ 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે ભારે વરસાદ સાથે વીજળી પડતા અનેક વિસ્તારોમાં વીજકાપ થયો હતો. સોરાવમાં 6, કોરાવમાં 3, બારામાં 3 અને કરથનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.  કાનપુર ડિવિઝનમાં 18, કૌશંભીમાં 4, પ્રતાપગમાં 1, આગ્રામાં 3 અને વારાણસી અને રાયબરેલી જિલ્લામાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 30 થી વધુ લોકો બળી ગયા હતા. 


કોરાંવના ભગેસર ગામમાં મૃત્યુ પામેલા બે કિશોર- રામરાજ અને પુષ્પેન્દ્રનો સમાવેશ થાય છે. બારામાં કારિયા કલા ગામના વિમલેશકુમારનું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું હતું. આ સિવાય એક ભેંસ, ચાર બકરી, મેજામાં એક ભેંસ અને સોરાંવમાં 4 ભેંસોના વીજળી પડતાં મૃત્યુ થયા હતા . ઉપરાંત ફુલપુરમાં બે અને સોરાવમાં બે વ્યક્તિ વીજળી પડવાના કારણે ઘાયલ થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યકત કર્યું હતું. 


મુખ્યમત્રી યોગી આદિત્યનાથે દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને ઈજાગ્રસ્તોને અપેક્ષિત સહાય અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. બીજી તરફ રાજસ્થાનમાં અલગ અલગ બનાવમાં વીજળી પડવાને કારણે 25 લોકોના મૃત્યું થયા છે. જયપુરના આમેરમાં વીજળી પડવાથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. કોટાના ગરડા ગામે બકરી ચરાવવા જંગલમાં ગયેલા બાળકો પર વીજળી પડતાં 4 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે ધોલપુરમાં પણ 3 બાળકો બળીના મોત નિપજ્યા હતા. ચકસુના બાગેરિયામાં પણ વીજળી પડવાના કારણે 1 બાળકનું મોત નીપજ્યું હતું. ઝાલાવાડમાં 1 વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. મધ્યપ્રદેશમાં વીજળીના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે.