કોરોના મહામારી બાદ વિશ્વભરમાં આજકલ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે વેરિઅન્ટના નામ ચર્ચામાં છે. પરંતુ આ નામ અચાનાક નથી આપવામાં આવ્યા અને ન તો આ નામ નવા છે. આ નામ યૂનાનની પ્રાચીન વર્ણવાળામાંથી લેવામાં આવી હ્યા છે. વિતેલા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં કોરોનાના નવા વેરિઅન્ટની ઓળખ થઈ હતી. તેનું નામ ગ્રીમ વર્ણમાળાના પ્રથમ અક્ષરથી લેવામાં આવ્યું. ત્યાર બાદ બીટા અને ગામા વેરિઅન્ટ પણ આવ્યા અને હવે ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધારે ચર્ચામાં છે.


ગણિત અને વિજ્ઞાનના પ્રચલિત નામ


ગ્રીક વર્ણમાળાના અક્ષરોનો સૌથી વધુમાં વધુ ઉપયોગ ગણિત અને વિજ્ઞાનમાં કરવામાં આવે છે. બીટા, થીટા, પાઈ, સિગમા વગેરેથી આપણે પરિચિત છીએ. તત્વોના નામ, સ્ટારના નામ તો ગ્રીક વર્ણમાળામાંથી જ લેવામાં આવ્યા છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ પણ ગ્રીક વર્ણમાળામાંથી જ આપવામાં આવે છે. હવે કોરોના મહામારી આવ્યા બાદ તેના નવા નવા વેરિઅન્ટના નામ પણ આ જ વર્ણમાળામાંથી આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના એટા, આએઓટા અને કપ્પા વેરિઅન્ટ પણ આવ્યા ચ. આ રીતે જોવા જઈએ તો વર્ણમાળાના અનેક અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ જે ગતિથી કોરોનાના નવા નવા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે તેમાં ગ્રીમ વર્ણમાળાના ક્યાંક તમામ અક્ષરો પૂરા ન થઈ જાય.


કેટલી જૂની છે ગ્રીક ભાષા


ગ્રીક ભાષાનો ઉપયોગ 8મી સદી ઇસા પૂર્વમાં થતો હોવાનું કહેવાય છે. એટલે કે બુધના સમયથી 400-500 વર્ષ પહેલા યૂનાન એટલે કે આજના ગ્રીસમાં 1000 સદી ઇસા પૂર્વમાં માઈસીનિયાઈ (Mycenaean) સભ્યતાનો વિકાસ થયો હતો. તેમની પોતાની ભાષા હતી માઈસીનિયાઈ. આ સભ્યતાના પતન બાદ ગ્રીક ભાષાનો વિકાસ થયો. ગ્રીક ભાષામાં 24 વર્ણમાળા છે. આધુનિક યૂરોપની અનેક ભાષાઓનો વિકાસ ગ્રીક ભાષાથી જ થયો છે. અંગ્રેજીની રોમન લિપિ અને રશિયાની સિરલિક વર્ણમાળા બન્ને ગ્રીક વર્ણમાળામાંથી જ છે. સ્વર અને વ્યંજન માટે પૃથક ચિન્હવાળી આ પ્રથમ ભાષા હોવાનું કહેવાય છે.


24 અક્ષરોવાળી વર્ણમાળામાં અક્ષરોના નામ અને ચિન્હ આ છે


અક્ષરના નામ


Α α  આલ્ફા
Β β  બેટા, બીટા
Γ γ  ગામા
Δ δ  ડેલ્ટા
Ε ε  એપ્સિલન
Ζ ζ  ઝેટા, ઝીટા
Η η  એટા, ઈટા
Θ θ  થેટા, થીટા
Ι ι  આયોટા
Κ κ  કાપા
Λ λ  લામ્ડા
Μ μ  મ્યૂ
Ν ν  ન્યૂ
Ξ ξ  જાઈ
Ο ο  ઓમિક્રોન
Π π  પાઈ
Ρ ρ  રો
Σ σ ς  સિગ્મા
Τ τ  ટાઉ
Υ υ  ઉપસિલન, અપસિલન
Φ φ  ફાઈ, ફી
Χ χ  કાઈ, ચાઈ, ખાઈ
Ψ ψ  સાઈ, સી
Ω ω  ઓમેગા