નવી દિલ્હી : બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75મી વર્ષગાંઠના અવસર પર રશિયાની ભવ્ય ‘વિક્ટરી ડે’ પરેડમાં બુધવારે(24 જૂન) ભારતનીય સેનાની ટૂકડીએ ભાગ લીધો હતો. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સરંક્ષણ સચિવ અજય કુમાર પણ માસ્કોના રેડ-સ્કાયરમાં હાજર રહ્યા હતા.


આ વિક્ટ્રી ડે પરેડમાં ભારતની ત્રણેય પાંખના 75 સભ્યના સૈન્ય દળે ભાગ લીધો હતો. આ સૈન્ય દળમાં થલસેના, વાયુસેના અને નૌસેનાના જવાનો સામેલ થયા હતા. દળનું નેતૃત્વ સિખ લાઈટ ઈન્ફેન્ટ્રી રેજીમેન્ટના જવાનોએ કર્યું હતું. પરેડમાં સામેલ ટૂકડીમાં ત્રણ ભારતીય મહિલા અધિકારી પણ સામેલ થયા હતા.



રશિયાએ ચીનને પણ આ વિક્ટરી ડે પરેડમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ત્યાં પહોંચેલા ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાતચીત કરવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ પણ એક મહત્વ અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જો કે, તે સમયે ભારતીય સૈનિક બ્રિટિશ રૉયલ ઈન્ડિયન આર્મીનો ભાગ હતા. રોયલ ઈન્ડિયન આર્મીના નેતૃત્વમાં ભારતના લગભગ 87 હજાર સૈનિકોએ દ્વીતિય વિશ્વયુદ્ધ (1941-45)ની અલગ અલગ લડાઈમાં પોતાના પ્રાણ આપ્યા હતા. આ યુદ્ધ યૂરોપ, આફ્રિકા અને મિડિલ ઈસ્ટ થિયટેરમાં થયું હતું. આ લડાઈઓમાં ભારતના કુલ ચાર હજાર ( મરણોપરાંત સહિત) સૈનિકોને વીરતા પૂરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.