ચીનમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, A બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે. જ્યારે જેનું બ્લડગ્રુપ O છે તે કોરોના વાયરસનનો સારી રીતે સામનો કરી શકે છે. કોરોના વાયરસને લઈને આ રિસર્ચ ચીનના વુહાન અને શેન્જેન શહેરમાં કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મરાનારા લોકોમાં A બ્લડગ્રુપ લોકોની સંખ્યા વધારે છે. સાથે જ A બ્લડગ્રુપ લોકો આ વાયરસથી વધારે સંક્રમિત થયા છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકોનું બ્લડગ્રુપ O છે તેની સંખ્યા મરાનારા લોકમાં ઘણી ઓછી છે.
રિસર્ચમાં જાણવા મળ્યું કે, A બ્લડગ્રુપના 38 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે O બ્લડગ્રુપના 26 ટકા લોકોને જ આ ચેપ લાગ્યો છે. વુહાનથી થોડા દુર આવેલ સેન્ટર ફોર એવિડેન્સ-બેસ્ડ એંડ ટ્રાન્સલેશન મેડિસિનમાં આ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. રિસર્ચમાં વાયરસથી મરનારા 206 રોગીઓની પણ તપાસ કરવામાં આવી. જેમાં 85 ટકા અથવા 41.26 ટકા લોકોનું બ્લડગ્રુપ A હતું. જ્યારે માત્ર 52 લોકોનું બ્લડગ્રુપ O હતું. જણાવીએ કે, વિશ્વમાં લગભગ બે લાખ કોરોના વાયરસના કેસ સામે આવી ચૂક્યા છે.