નવી દિલ્હી: કોરોના વાયરસથી સમગ્ર દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોના વાયરસના ચેપના કારણે સ્પેનના યુવા ફુટબોલ કોચ ફ્રાન્સિસ્કો ગાર્સિયાનું મોત થયું છે. ગાર્સિયા એટલિટકો પોર્ટાડા ક્લબમાં કોચ હતા.


અહેવાલ અનુસાર, ગાર્સિયાની કેન્સરની સારવાર પણ ચાલી રહી હતી. તેની વચ્ચે ગાર્સિયાન કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું.

સ્પેનમાં મંગળવાર સુધી કોરોના વાયરસના કુલ 9,942 કેસ નોંધાયા હતા. જ્યારે 342 લોકોનાં મોત નીપજ્યાં છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાના કારણે 7158 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી આ વાયરસથી 1 લાખ 82 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

એટલેટિકો પોર્ટાડા ક્લબે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ગ્રેસિયાના નિધનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું, "અમે ફ્રાન્સિસ્કો ગ્રેસિયાના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. ક્લબ આ મુશ્કેલ સમયમાં ગ્રેસિયાના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

એટલેટિકો પોર્ટાડા ક્લબના એક નિવેદનમાં લખવામાં આવ્યું કે, “હવે તમારા વગર શું કરીશું ફ્રાંસિસ ? હવે અમે લીગમાં જીતવાનું કેવી રીતે જારી રાખીશું ? અમે તમને નહીં ભુલીએ. ”

મલાગા સીએફ (ફૂટબોલ ટીમ)એ ટ્વિટીર પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને લખ્યું કે, “અમે ફ્રાન્સિસ્કો ગાર્સિયાના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરીએ છીએ. આપણે કોવિડ-19ને રોકવું પડશે.”

આ પહેલા વાલેન્સિયા સીએફ( ફુટબોલ ક્લબ)ના ડિફેન્ડર ઈઝેક્કિયલ ગારે કોરોના વાયરસનો પોઝિટિવ હોવાનો રિપોર્ટ છે. ઈઝેક્કિયલે આ વાતની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. તેમણે ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આ સ્પષ્ટ છે કે મારુ આ વર્ષ શરૂઆતથી જ સારુ નથી રહ્યું. હું કોરોના વાયરસ પૉઝિટિવ છું.”