મહિલાએ મૂર્તિઓ પછાડીને તોડી
વાયરલ વીડિયોમાં બે મહિલાઓ બુરખો પહેરીને સુપરમાર્કેટમાં જોવા મળી રહી છે. જેમાં હિંદૂ ઉત્સવ ગણેશ ચતુર્થી માટે ભગવાન ગણપતિની મૂર્તિઓ રેક પર રાખવામાં આવી છે. વીડિોયમાં મહિલાઓ એક પછી એક કરીને તમામ મૂર્તિઓ જમીન પર પછાડી રહી છે. જેથી મૂર્તિઓના તૂટી જાય છે. હોબાળા દરમિયાન મહિલાઓ કહે છે કે આ દેશ મોહમ્મદ બિન ઈશાનો દેશ છે.
મહિલાએ આપી ધમકી
વીડિોયમાં એક કર્મચારીને કહેતા સાંભળી શકાય છે કે અમે માનીએ છીએ કે આ મુસ્લિમ દેશ છે. તેના પર બીજી મહિલા કહે છે કે અમે જોઈએ છે કે આ મૂર્તિઓની પૂજા કોણ કરશે. પોલીસને બોલાવો. બહેરીન એક મુસ્લિમ દેશ છે, જ્યાં ઇસ્લામનને માનનારા બહુસંખ્યક છે.
પોલીસે નોંધી ફરિયાદ
ઘટના બાદ બહેરીન પોલીસે ગણેશ પ્રતિમા તોડનાર મહિલા વિરૂદ્ધ કાયદાકીય કાર્રવાઈ કરી છે. અહેવાલ અુસાર 54 વર્ષીય મહિલા પર એક સમુદાયની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાના આરોપ લગાડવામાં આવ્યો છે. બહેરીનના આંતરિક મંત્રાલયે કહ્યું કે, પોલીસે એક દુકાનને નુકસાન પહોંચાડવા અને એક સંપ્રદાયને બદનામ કરવા માટે મહિલા પર કાર્રવાઈ કરી છે.