વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ એથંની ફાઉસીએ કોરોના વેક્સીન ચાલુ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જવી જોઈએ તેવી આશા વ્યક્ત કરી છે.એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, આ વેક્સીન આગામી વર્ષની શરૂઆત બાદ ન લેવી જોઈએ. એક વર્ષની અંદર વિશ્વને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે અડધી પ્રભાવી વેક્સીન જ પૂરતી રહેશે.


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, નવેમ્બરમાં આવતી ચૂંટણી સુધી વેક્સીન તૈયાર થઈ શકે છે. જ્યારે ફાઉસીનું માનવું છે કે વેક્સીનને આમ આદમી સુધી પહોંચવામાં 2021 સુધીનો સમય લાગી શકે છે.

રશિયાના વેક્સીન બનાવવાના દાવા પર ફાઉસીએ કહ્યું, તેનો મતલબ એવો નથી કે તેને જનતા સામે રાખી દેવો જોઈએ. વેકસીન સુરક્ષિત અને પ્રભાવી છે કે નહીં તે પણ જોવું જોઈએ.

થોડા દિવસ પહેલા રશિયાએ કોવિડ-19 રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો હતો. જોકે હવે તેનાથી આગળ વધીને રશિયાએ કોવિચ-19 વેક્સીનની પ્રથમ બેચ તૈયાર કરી લીધી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના રસી બનાવવાની શરૂઆત કરવામાં આવી હોવાના અહેવાલ બાદ ઈંટ્રાફેક્સ ન્યૂઝ એજન્સીએ મંત્રાલયના હવાલાથી આ વાત કહી છે. રશિયાના કહેવા મુજબ રસીને ચાલુ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ કરાવી દેવાશે.

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં એક જ હોસ્પિટલમાં કોરોનાથી 15 દર્દીનાં મોત થતાં ખળભળાટ, 23 કેદીના રીપોર્ટ પણ પોઝિટિવ

C.R. પાટીલ મંગળવારથી સૌરાષ્ટ્રના 4 દિવસના પ્રવાસે, જાણો પાટીદારોની કઈ મોટી સંસ્થાના ટ્રસ્ટીઓને મળશે ?