કાબુલઃ અફઘાનિસ્તાનમાં પંજશીર પ્રાંતમાં તાલિબાન અને નોર્ધર્ન એલાયન્સની આગેવાની વચ્ચેના રેઝિસ્ટન્સ ફોર્સના જંગમાં 600 તાલિબાની માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાનિસ્તાનના  ન્યુઝપેપર પંજશીર ઓબ્ઝર્વરના રિપોર્ટ મુજબ હકાની નેટવર્કના ફાયરિંગમાં તાલિબાનના કો-ફાઉન્ડર મુલ્લા બરાદર પણ ઘાયલ થયા છે. આ રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે, મુલ્લા બરાદરની હાલ પાકિસ્તાનમાં સારવાર ચાલી રહી છે પણ આ વાતને સત્તાવાર સમર્થન નથી અપાયું.


અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં તાલિબાન અને અહમદ મસુદની આગેવાની હેઠળના નોર્ધર્ન એલાયન્સના નેજા હેઠળ એકઠા થયેલા તાલિબાન વિરોધી  રેજિસ્ટેંસ ફોર્સની વચ્ચે જોરદા જંગ ચાલુ છે. આ દરમિયાન રેજિસ્ટેંસ ફોર્સે દાવો કર્યો છે કે, શનિવાર તેણે 600 તાલિબાનીઓને ઠાર કર્યા અને 1000 તાબિલાનીઓને પકડી લીધા છે. ફોર્સના દાવા પ્રમાણે આ તાલિબાનમાંથી કેટલાકે આત્મસમર્પણ કર્યું હતું અઆને કેટલાકને પકડી લેવામાં આવ્યા હતા.


જાણીતી ટીવી ચેનલ  અલ ઝઝીરાના એક રિપોર્ટ મુજબ તાલિબાનીનું કહેવું છે કે, પંજશીરની રાજધાની બાજારક અને પ્રાંતીય ગવર્નરના પરિસર તરફ જતા માર્ગો પર લેન્ડમાઈન હોવાને કારણે તે આગળ વધી શકતા નથી.


પંજશીરમાં તાલિબાન સામે રેજિસ્ટન્સ ફોર્સે જોરદાર પ્રતિકાર કરતાં નવી સરકારની રચના ઘાંચમા પડી છે. તાલિબાની નેતા શુક્રવારે જ સરકાર બનાવવાની તૈયારીમાં હતા પણ  પંજશીરમાં રેજિસ્ટેંસ ફોર્સ સામે ચાલી રહેલી ભીષણ લડાઈના કારણે એ શક્ય ના બન્યું. શુક્રાવરે જાહેરાત કરવામાં આવી કે, હવે  શનિવારે સરકાર બનાવવામાં આવશે. એ  પછી તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે શનિવારે જાહેરાત કરતાં કહ્યું કે, અમારા નેતા આંતરરાષ્ટ્રીય સમુદાયને એક સ્થિર અને વ્યાપક બ્લૂ પ્રિન્ટ આપવા તૈયાર કરી રહ્યાં છે. આ કારણે સરકારની રચના પર હવે આગામી સપ્તાહમાં નિર્ણય કરવામાં આવશે.


અફઘાનિસ્તાનના મુદ્દે ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધના શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમેરિકા અને ભારત નજર રાખી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાનના પાડોશી પાકિસ્તાને તાલિબાનનું સમર્થન કર્યું છે અને તે તાલિબાનને પાળતુ રહ્યું છે.