Afghanistan Crisis: અફઘાનિસ્તાન પર કબ્જા બાદ તાલિબાન આજે મુલ્કમાં તેમની હુકૂમતની સત્તાવાર જાહેરાત કરશે. મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાનની સરકારના પ્રમુખ બનાવી શકાય છે.


અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાં બાદ આજે દેશમાં તાલિબાનની સરકારની સત્તાવાર જાહેરાત થશે. આ દરમિયાન સરકારમાં ભાગીદારીને લઇને કાબુલમાં મહિલા સામાજિક કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું.નવીમાં સમાન ભાગીદારીને લઇને કાબુલમાં પણ મહિલા સામાજિક કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું.  તો ન્યુઝ એજન્સી રોયટર્સે તાલિબાની સૂત્રના હવાલેથી જણાવ્યું કે, પંજશીર ઘાટી પર પણ તાલિબાનનો કબ્જો થઇ ચૂક્યો છે. આ તે વિસ્તાર છે. જે અત્યાર સુધી તાલિબાનના નિયંત્રણ બહાર છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહએ ટવીટ કરીને કહ્યં કે,દેશની માટી માટે અને તેની ગરિમા સાથે  વિરોધ યથાવત રહેશે.  


ઉલ્લેખનિય છે કે, સરકાર રચવાની જાહેરાત શુક્રવારે થવાની હતી. પરંતુ તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કે, અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાને એક દિવસ ટાળવામાં આવી છે. જે હવે શનિવારે કરવામાં આવશે.


 તાલિબાનના એક વરિષ્ઠ સદસ્યે જણાવ્યું કે, સમુહ, કાબુલમાં ઇરાની નેતૃત્વની તર્જ પર સરકારની રચવા તૈયાર છે. જે મુજબ સમૂહના શીર્ષ ધાર્મિક નેતા  હેબતુલ્લાહ અખુનજાદા અફઘાનિસ્તાનમાં સર્વોચ્ચ સુપ્રીમ લીડર હશે.  અફધાનિસ્તાન પર તાલિબાનના કબ્જાને લગભગ 2 સપ્તાહ થઇ ગયા છે. તાલિબાન સમૂહના સાંસ્કૃતિક આયોગના વરિષ્ઠ અધિકારી ઇનામુલ્લાહ સમાંગનીએ કહ્યું કે, “નવી સરકાર રચવા મુદ્દે તમામ વિચારણા થઇ ચૂકી છે. કેબિનેટ મુદ્દે પણ જરૂરી ચર્ચાં થઇ ચૂકી છે.


 તાલિબાનામાં ઇરાનના મોડલની તર્જ પર સરકાર બનવા જઇ રહી છે. જેમાં ધાર્મિક નેતાને દેશના સર્વોચ્ચ સ્થાન પર હોય છે. જેનું પદ રાષ્ટ્રપતિથી પણ ઉંચુ હોય છે અને તે જ સેના, સરકાર અને ન્યાયપાલિકાની  નિમણુક કરશે. આ સુપ્રીમ લીડરનો નિર્ણય દેશના કોઇ પણ મુદ્દે આખરી હશે.


મુલ્લા અખુનજાદા તાલિબાનના પ્રમુખ ધાર્મિક નેતા છે. જે છેલ્લા 15 વર્ષથી બલૂચિસ્તાન વિસ્તારના કછલાક વિસ્તારમાં એક મસ્જિદમાં કાર્યરત છે.