આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઉત્તર સીરિયામાં એક અંધારી ટનલમાંથી આઈએઆઈએસ ચીફ બગદાદીનો પીછો કરનાર અમેરિકન સેનાનો એક શ્વાન ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે, હુમલામાં અમારા કે9 શ્વાન ગ્રુપનો એક સુંદર અને પ્રતિભાશાળી શ્વાન ઘાયલ થયો છે.
બગદાદીને શનિવારે સાંજે સીરિયાના ઇતબિલ પ્રાંતમાં એક ટનલમાં અમેરિકાના વિશેષ ગ્રુપે હુમલો કર્યો ત્યારે ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. તે પોતાના પરિવાર અને કેટલાક નજીકના લોકોની સાથે ટનલમાં છુપાયેલો હતો. બગદાદી પર અઢી કરોડ અમેરિકન ડોલરનું ઈનામ હતું.
વ્હાઈટ હાઉસથી આ સમગ્ર અભિયાન પર નજર રાખનારા ટ્રમ્પે રવિવારે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં “અમારા શ્વાને પીછો કરવા પરતે ટનલના અંતિમ કિનારે જઈને ઘેરાઈ ગયો.’ ટ્રમ્પે કહ્યું, ‘બગદાદીએ પોતાનું જેકેટ સળગાવીને ત્રણ બાળકો સાથે ખુદને બોમ્બથી ઉડાવી દીધો.’ ટ્રમ્પે કહ્યું કે, હુમલા દરમિયાન કોઈપણ અમેરિકન સૈનિકને નુકસાન થયું નથી, ન તો કોઈ શ્વાનનું મોત થયું છે.