Ashraf Gani Quits Afghanistan: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગની દેશ છોડી ચૂક્યા છે. ત્યાંના ટોલો ન્યૂઝે આ સમાચાર આપ્યા છે. ત્યાંના ટોલો ન્યૂઝે આ સમાચાર આપ્યા છે. અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર હવે તાલિબાનનો કબજો છે. તેઓ રવિવારે કાબુલની બહાર વિસ્તારોમાં પણ પહોંચી ગયા હતા. તાલિબાનને સત્તા હસ્તાંતરણ પર ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ ચેતવણી પણ આપવામાં આવી રહી છે.
ટોલો ન્યૂઝ મુજબ, અફઘાનિસ્તાનના આંતરીક મંત્રાલયએ કહ્યું કે તાલિબાન તરફથી એ નિવેદન આપ્યા બાદ કે તેઓ કાબુલમાં નથી ઘુસી રહ્યા, બાદમાં કાબુલના ઘણા જિલ્લાઓમાં સ્પેશલ પોલીસ યૂનિટ્સની તૈનાતી કરવામાં આવી છે.
અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના શંકજામાં છે. રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ. તાલિબાનના સૂત્રોના જણાવ્યા અનુસાર મુલ્લા બરાદર વચગાળાની સરકારના વડા હોઈ શકે છે. ઘણા લોકોના નામ રાષ્ટ્રપતિ બનવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેમનુ નામ ટોચ પર છે.
મુલ્લા બરાદર અત્યારે કતારમાં છે. હાલ તેઓ તાલિબાનના કતારમાં દોહા સ્થિત ઓફિસના રાજનીતિક પ્રમુખ છે. આ અગાઉ અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું હતું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તે નાગરિકોની સલામતીની બાંયધરી આપે છે.
તાલિબાને કાબુલની બહરામ જેલ પછી પુલ-એ-ચરખી જેલને પણ તોડી દીધું છે અને આશરે 5 હજાર કેદીઓને છોડાવી દીધા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. અહી મોટેભાગે તાલિબાનના લડાકુઓ બંધ હતા
તાલિબાને કાબુલના ચાર બહારના જિલ્લાઓમાં કબજો કરી લીધો છે. સારોબી, બગરામ, પગમાન અને કારબાગ. જોકે તાલિબાને પોતાના લડાકુઓને કાબુલની બહારના ગેટ પર રોકાવા માટે કહ્યુ હતું. કાબુલના નાગરીકો જણાવી રહ્યા છે કે કાબુલમાં લોકો પોતાના ઘરો પર તાલિબાનના સફેદ ધ્વજ લગાવી રહ્યા છે.