Taliban Enters Kabul: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદ પરથી અશરફ ગની ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. જ્યારે તાલિબાન કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરારના દોહાથી કાબૂલ પહોંચવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ હોઈ શકે છે. અફઘાનિસ્તાનના એક અધિકારીઓ જણાવ્યું કે તાલિબાનના વાર્તાકાર સત્તાના હસ્તાંતરણની તૈયારી માટે રાષ્ટ્રપતિ આવાસ જઈ રહ્યા છે. અધિકારીએ રવિવારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ બેઠકનો હેતુ શાંતિપૂર્ણ રીતે તાલિબાનને સત્તા સોંપવાનો છે. તાલિબાને કહ્યું કે તેઓ બળ દ્વારા સત્તા મેળવવા નથી માંગતા.


અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં તાલિબાનીઓએ ચારેતરફથી ઘૂસવાની શરૂઆતકરી દીધી છે  કાબૂલ બહાર મોટી સંખ્યામાં તાલિબાની લડાકુઓ પહોંચી ચૂક્યા છે અને ધમાકાઓની અવાજ સંભળાઇ રહ્યો છે. કાબૂલ જવાના લગભગ તમામ રસ્તાઓ પર તાલિબાનનો કબજો થઇ ચૂક્યો છે.


બીજી તરફ અફઘાનિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું કે, કાબૂલ પર હુમલો થયો નથી. તેમણે કહ્યું કે, સત્તાનો શાંતિપૂર્વક હસ્તાંતરણ કરવામાં આવશે. જ્યારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે, કાબૂલની સ્થિતિ કંન્ટ્રોલમાં છે. અને ડરવાની કોઇ જરૂર નથી. બીજી તરફ સરકારી કર્મચારીઓને ઓફિસમાંથી ઘરે મોકલી દેવામાં આવી છે.


તાલિબાનનું કહેવું છે કે કાબુલમાં લડાઈ નથી થઈ રહી, પરંતું શાંતિપૂર્ણ રીતે સત્તા મેળવવા માટે વાત-ચીત ચાલી રહી છે. સાથે જ કહ્યું કે કાબુલ એક મોટી રાજધાની અને શહેરી વિસ્તાર છે. તાલિબાન અહી શાંતિથી દાખલ થવા ઈચ્છે છે. તેઓ કાબુલમાં દરેક લોકોને જાન-માલની સુરક્ષાની ગેરંટી લઈ રહ્યા છે. તેમનો ઈરાદો કોઈ સાથે બદલો લેવાનો નથી અને તેમણે દરેકને માફ કરી દીધા છે. ત્યાંજ અફઘાનિસ્તાનના સરકારી મીડિયાનું કહેવું છે કે કાબુલના કેટલાક વિસ્તારોમાં ગોળીબારનો અવાજ સાંભળવા મળ્યો છે.


જલાલાબાદ પર પણ તાલિબાનનો કબજો



આ અગાઉ રવિવારે તાલિબાને નાંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદ પર પણ શાસન સ્થાપિત કર્યું હતું. સમાચાર એજન્સી ફ્રાન્સ પ્રેસના જણાવ્યા અનુસાર જલાલાબાદના લોકોએ જણાવ્યું હતું કે રવિવારે સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમણે આખા શહેરમાં તાલિબાનના ધ્વજ લહેરાતા જોયા હતા અને અહી તેમને જીતવા માટે લડવું પણ નહોતુ પડ્યું.