કાબુલ:તાલિબાનના કબ્જા સાથે જ મહિલાઓ અફઘાનિસ્તામાંથી ભાગી રહી છે. ફેમસ ફિલ્મ મેકર સહારા કરીમી પણ અફઘાનિસ્તાન છોડવામાં સફળ થઇ ગઇ છે. તે કેવી રીતે ભાગી નીકળી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 


તાલિબાનના કબ્જા સાથે જ મહિલાઓ અફઘાનિસ્તામાંથી ભાગી રહી છે. ફેમસ ફિલ્મ મેકર સહારા કરીમી પણ અફઘાનિસ્તાન છોડવામાં સફળ થઇ ગઇ છે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તાલિબાનીથી પોતાનો જીવ બચાવવા માટે કાબુલના રોડ પર દોડી રહી છે. આ વીડિયો વાયરલ થયો છે.


બેન્કની બહાર થઇ રહ્યું હતું ફાયરિંગ
સહારા કરીમીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કાબુલના રોડ પર દોડતી ભાગતી જોવા મળી રહી છે. તેમણે વીડિયો રેકોર્ડ કરીને ત્યાંની સ્થિતિ બતાવવાનો પ્રયાસ કર્યો છે. સહારા કરીમીએ પોતાના અનુભવને રજૂ કરતાં કહ્યું કે, 15 ઓગસ્ટે તે બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે ગઇ હતી. આ સમયે જ અચાનક બેન્કની બહાર ફાયરિંગ થવા લાગ્યું. જેના કારણે તેને પૈસા ન મળ્યાં. આ સમયે બેન્કના મેનેજરે પણ તેમને જતાં રહેવા કહ્યુ.



15 ઓગસ્ટે સહારા કરીમી બેન્કમાં પૈસા ઉપાડવા માટે ગઇ હતી પરંતુ આ સમયે બેન્કની બહાર ગોળીબાર થવા લાગ્યો. કરીમીએ કહ્યું કે,”મને બેન્ક મેનેજરે કહ્યું કે, લાગે છે કે, તાલિબાની બહુ નજીક પહોંચી ગયા છે અને તમારે અહીંથી ભાગી જવું જોઇએ. બેન્કે મેનેજરે મને બેન્કની પાછળની સાઇડનો દરવાજો ખોલી દીધો અને તે મહામુશીબતે ત્યાંથી નીકળી શકી. સહારા કરીમીએ નસીબદાર લોકોમાંની એક વ્યક્તિ છે. જે અફઘાનિસ્તાન છોડવામાં સફળ રહી છે. સહારા કરીમી યૂક્રેનની રાજધાની કીવમાં છે.


કરીમીએ ફિલ્મ કમ્યુનિટીને તાલિબાનના અત્યાચારને સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું તે, તાલિબાની ઘટનાઓનું ડોક્યુમેન્ટેશન થવું જરૂરી છે. જેથી દુનિયા પણ જોઇ શકે કે અફઘાનીસ્તાઓને કેવી વેદના અને પીડાથી પસાર થવું પડે છે.