Afghanistan's former PM Ahmad Shah Ahmadzai passes away:  અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અહમદ શાહ અહમદઝાઈનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચાર એએનઆઈએ સૂત્રોના હવાલાથી આપ્યા છે. અહમદ શાહ અહમદઝાઈએ 1992 થી 1994 સુધી અફઘાનિસ્તાન સરકારમાં વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી હતી. આ પછી તેઓ 1995 થી 1996 સુધી અફઘાનિસ્તાનના વડાપ્રધાન હતા. આ પછી તાલિબાનોએ દેશ પર કબજો કર્યો અને પૂર્વ વડાપ્રધાને દેશ છોડવો પડ્યો. ભારતમાં રહેતા અહમદ શાહ અહમદઝાઈ આ મહિને ભારતથી અફઘાનિસ્તાન પરત ફર્યા હતા.


કોણ છે અહમદ શાહ અહમદઝાઈ


અહમદ શાહ અહમદઝાઈનો જન્મ કાબુલ પ્રાંતના ખાકી જબ્બર જિલ્લાના ગામ મલંગમાં થયો હતો. તેમણે કાબુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી કૃષિ મંત્રાલયમાં કામ કર્યું. 1972માં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી. તેમણે 1975 માં માસ્ટર ડિગ્રી મેળવી અને સાઉદી અરેબિયાની કિંગ ફૈઝલ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા.


1978માં સામ્યવાદી બળવા પછી, અહમદઝાઈ મુજાહિદ્દીનમાં જોડાવા માટે અફઘાનિસ્તાન પાછા ફર્યા. તે બુરહાનુદ્દીન રબ્બાનીનો નજીકનો સહયોગી હતા. તેઓ જમીયત-એ-ઇસ્લામી પાર્ટીના ડેપ્યુટી બન્યા હતા, પરંતુ પછી તેઓ 1992 માં અબ્દુલ રસૂલ સૈયફની ઇસ્લામિક સંસ્થા અફઘાનિસ્તાન પાર્ટીમાં જોડાયા. તેમણે સામ્યવાદી પછીની અફઘાન સરકારમાં મંત્રી તરીકે, વિવિધ વિભાગો જેવાકે ગૃહ, બાંધકામ અને શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી અને બાદમાં વડાપ્રધાન બન્યા હતા.


આ પણ વાંચોઃ કોરોના રસી લો અન ટીવી-મોબાઇલ ફોન જીતો, જાણો કયા રાજ્યમાં થઈ જાહેરાત


ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર ? જાણો વિગત


T20 World Cup 2021: આજથી  ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ


Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો