અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતના ચહરદરા જિલ્લાનો 15 વર્ષનો કાસિમ એક સ્થાનિક મદરેસામાં અભ્યાસ કરતો હતો પરંતુ 2015માં તેમને તાલિબાનમાં ભરતી કરી દેવામાં આવ્યો.


અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતના ચહરદરા જિલ્લાનો 15 વર્ષનો કાસિમ એક સ્થાનિક મદરેસામાં અભ્યાસ કરતો હતો પરંતુ 2015માં તેમને તાલિબાનમાં ભરતી કરી દેવામાં આવ્યો. કાસિમની તાલિમ અધુરી હતી અને માતા પિતા પણ ઇચ્છતા હતા કે કાસિમની તાલીમ પુરી થાય. જેના માટે માતા-પિતાએ તાલિબાનનો સંપર્ક કર્યો અને તેમના દીકરાને પરત કરી દેવા આજીજી કરી, માતા પિતાએ એવી શરત પણ મૂકી કે, “તાલીમ પૂર્ણ થયા બાદ તે ફરી તાલીબાની સેનામાં જોડાઇ જશે, હાલ તેને મદરેસામાં તાલીમ પૂરી કરવા માટે કરવા દો” જો કે કાસિમાના માતા-પિતાની વિનંતીને તાલીબાને ન સ્વીકારી અને જબરદસ્તી કાસિમને તાલીબાની સૈનિક બનાવી દીધો.


કાસિમ જેવી જ એક અન્ય કહાણી છે. જેમાં અહમદ ચાહરદરા જિલ્લાના એક વેપારીના દીકરાને પણ તાલીબાની એ જ રીતે જબરદસ્તી ઉઠાવી ગયા. આ દીકરાની માતાએ જેમ તેમ કરીને તાલીબાની કમાન્ડરનો સંપર્ક કર્યો અને દીકરાને પરત કરવા માટે વિનંતી કરી પરંતુ તાલીબાન કમાન્ડરે માતાની આજીજી ઠુકરાવી દીધી અને 14 વર્ષના વેપારીના દીકરાનું ભવિષ્ય પણ આ જ રીતે રોળાય ગયું અફઘાનિસ્તાના યુવાનોએ આવી તો અગણિત કહાણી છે. જે પોતાની મરજી વિના જબરદસ્તી જ તાલીબાનમાં ભરતી કરવામાં આવ્યા અને બાળપણમાં જ માથા પર બંદૂકથી ન ભૂસાતી જેહાદની જિદ્દ લખી દીધી.


તાલીબાન નાની ઉંમરના લોકોને જ આ રીતે તાલીબાનીમાં જબરદસ્તી જોડી દે છે અને તેને તાલીમ આપવાનું શરૂ કરી દે છે. 14 કે 15 વર્ષના બાળકોને તાલીબાની તાલીમ આપવાનું શરૂ કરી દે છે. જેથી માસૂમ બાળકોનું બ્રેઇન વોશ કરીને તેને તેના ઢાંચામાં ઢાળી શકે,


બાળકો જ રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે. તેની પરવરિશથી નક્કી થાય છે કે. તેના દ્રારા કેવા દેશનું નિર્માણ થશે. કલા, સાયન્સ, મેડિકલ, એન્જિનિયરિંગ કઇ લાઇન લેવી તેની દિશા પ્રાથમિક શિક્ષણથી જ નક્કી થાય છે પરંતુ બાળપણથી જો તેને બંદૂક થંભાવી દેવામાં આવે તો એ કલ્પના પણ ભયંકર છે કે, એ દેશનું ભવિષ્ય શું હોઇ શકે