Donald Trump Shares AI Visualization of Gaza: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક AI-જનરેટેડ વીડિઓ શેર કર્યો છે જેમાં યુદ્ધગ્રસ્ત ગાઝાને એક શહેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જ્યાં અમેરિકન નેતા ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે રજાઓ ગાળતા જોવા મળે છે. આ માટે તેમની આકરી ટીકા થઈ રહી છે.

ટ્રમ્પે ટ્રૂથઆઉટ અને ઇન્સ્ટાગ્રામ સહિત તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વીડિયો શેર કર્યો. આ વીડિયો લાખો લોકોએ જોયો છે. આ વીડીયો 2025 માં થયેલા વિનાશકારી ગાઝાના મૉન્ટેજથી શરૂ થાય છે અને "આગળ શું થશે?" પ્રશ્ન પૂછે છે.

પછી એક ગીત છે જેનો અનુવાદ થાય છે, "ડોનાલ્ડ ટ્રમ્પ તમને આઝાક કરી દેશે... હવે કોઈ સુરંગ નહીં, હવે કોઈ ભય નહીં." છેવટે, ટ્રમ્પનું ગાઝા અહીં છે. ટ્રમ્પ ગાઝા ચમકે છે. સોદો થઈ ગયો, ટ્રમ્પ ગાઝા નંબર વન."

આ વીડીયોમાં સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક નવા શહેરમાં ભોજનનો આનંદ માણતા જોવા મળતી AI ઇમેજો છે.

તેમાં બેલી ડાન્સર્સ, પાર્ટીના દ્રશ્યો, ગાઝાની શેરીઓમાં દોડતી લક્ઝરી કાર અને આકાશમાંથી પડતા ડોલર પકડવાનો પ્રયાસ કરતા નાના બાળકો, તેમજ બીચ પર ખુરશી પર બેઠેલા શર્ટલેસ ટ્રમ્પ અને નેતન્યાહૂ દર્શાવવામાં આવ્યા છે.

 

આ પૉસ્ટ પર તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને લોકોએ તેની આકરી ટીકા કરી છે. ઘણા યુઝર્સે ટિપ્પણી કરી કે તેમણે ટ્રમ્પને યુએસ અર્થતંત્રનું ધ્યાન રાખવા માટે મત આપ્યો છે, આવું કંઈ કરવા માટે નહીં.

એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું, "મેં ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો. મેં આ માટે મત આપ્યો નથી. મારા બીજા કોઈને પણ ખબર નહોતી. માનવતા, શિષ્ટાચાર, આદરના અભાવે મને મારા મતદાન બદલ અફસોસ થયો છે."

બીજા એક યુઝરે કહ્યું, "મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ અમેરિકી રાષ્ટ્રપતિનું એકાઉન્ટ છે." આદર અને ગંભીરતા ક્યાં છે?"

આ મહિનાની શરૂઆતમાં, નેતન્યાહૂ સાથેની સંયુક્ત વ્હાઇટ હાઉસ પ્રેસ કોન્ફરન્સમાં એક આશ્ચર્યજનક જાહેરાતમાં, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા "ગાઝા પટ્ટી પર કબજો કરશે," "તેનો માલિકી હક" લેશે અને ત્યાં આર્થિક વિકાસ કરશે જેનાથી મોટા પાયે નોકરીઓ અને રહેઠાણનું સર્જન થશે.

આ પણ વાંચો

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા