કાબુલઃ અફઘાનિસ્તાના સુરક્ષાદળોએ અલકાયદાના મોટા કમાન્ડર અબુ મુહસિન અલ મસરી ઠાર માર્યો છે. અબુ મુહસિન અલ મસરી એફબીઆઇના મૉસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં સામેલ હતો, આના પર અમેરિકા વિરુદ્ધ યુદ્ધ છેડવાની અને અમેરિકન નાગરિકોની હત્યા કરવાનો આરોપ હતો, અબુ મુહસિન અલ મસરીમાં અલકાયદાનો નંબર 2 કમાન્ડર હતો, આને ગઝની પ્રાંતમાં એક સ્પેશ્યલ ઓપરેશનમાં ઠાર મારી દેવામાં આવ્યો છે.


કાબુલમાં આત્મઘાતી હુમલો- બાળકો સહિત 18 લોકોના મોત
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક આત્મઘાતી હુમલો થયો, હુમલામાં સ્કૂલના બાળકો સહિત 18 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 57 અન્ય લોકો ઘાયલ થયા હતા. ધમાકો પશ્ચિમ કાબુલના દશ્ત-એ-બારચી સ્થિત શિયા બહુમતી વાળા વિસ્તારોમાં એક શિક્ષણ કેન્દ્રની બહાર થયો હતો. જ્યારે સુરક્ષાદળોએ તેને રોક્યો ત્યારે હુમલાખોર શિક્ષણ કેન્દ્રની અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અરિયાને જણાવ્યુ કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કેમકે પીડિતોના પરિવારજનો હજુ પણ શોધખોળ કરી રહ્યાં છે, જ્યાં ઘાયલોને લઇ જવામાં આવી રહ્યાં છે. આ હુમલાની તાત્કાલિક ધોરણે કોઇ સંગઠને જવાબદારી લીધી નથી. વળી તાલિબાને આ ધમાકામાં હાથ હોવાનો ઇનકાર નથી કર્યો. અફઘાનિસ્તાનની અંદર ઇસ્લામિક સ્ટેટે મોટા પ્રમાણમાં અલ્પસંખ્યકો શિયાઓ, શીખો, અને હિન્દુઓ પર હુમલાઓ શરૂ કરી દીધા છે, આ લોકોને તે બિન ધાર્મિક માને છે.