સેમસંગ ઇલેકટ્રોનિક્સના ચેરમેન લી કુન-હીનું રવિવારે 78 વર્ષની વયે નિધન થયું હતું. દક્ષિણ કોરિયાની ફર્મને દિગ્ગજ ટેક કંપનીમાં બદલવાનું શ્રેય તેમને જાય છે. છ વર્ષ પહેલા તેમને હાર્ટ અટેક આવ્યો હતો.


લી કુન હીના પિતા બ્યૂંગ ચુલ્લે 1938માં ફળ, શાકભાજી અને માછલીની નિકાસ કરતી એક વ્યાપારિક કંપનીના રૂપમાં સેમસંગની શરૂઆત કરી હતી. તેમણે 1969માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની સ્થાપના કરીને ઇલેક્ટ્રોનિક્સ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. જે મેમરી ચિપ્સ અને સ્માર્ટપોન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. 1987માં તેમના મૃત્યુ બાદ લી કુન હીએ બિઝનેસને આગળ વધાર્યો અને કંપનીને નવી ઊંચાઈ પર પહોંચાડીય

ફોર્બ્સ અનુસાર 2020ની ટોપ મોસ્ટ કંપનીઓમાં સેમસંગ આઠમા ક્રમે છે. આ કંપનીની બ્રાંડ વેલ્યૂ 50.4 બિલિયન ડોલર છે, જ્યારે બ્રાંડ રેવન્યૂ 209.5 અબજ ડોલર છે. કુન-હી દક્ષિણ કોરિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમની કુલ સંપત્તિ 20.9 અબજ ડોલર છે.

ગિરનાર રોપ વે આજથી લોકો માટે મુકાશે ખુલ્લી, જાણો 2.3 કિમીનું અંતર કેટલી મિનિટમાં કપાશે

Coronavirus: દુનિયામાં ફરી 4 લાખથી વધુ આવ્યા કેસ, અત્યાર સુધીમાં 11 લાખથી વધુ સંક્રમિતોના મોત, 1 કરોડ એક્ટિવ કેસ