લંડનઃ ફિલ્મ એલિયન્સ અને ટીવી શો એમ્મરડેલમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા હોલિવૂડ એક્ટર જે બેનેડિક્ટનું કોરોનાના કારણે ચાર એપ્રિલના રોજ નિધન થયું હતુ. એક સપ્તાહ બાદ તેમનો 69મા જન્મદિવસ હતો. જયારે હોલિવૂડના જાણીતા ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગની સુપરહિટ ફિલ્મ જોસમાં કામ કરી ચૂકેલા 91 વર્ષીય એક્ટ્રેસ લી ફિએરોનુ પણ કોરોનાના કારણે નિધન થયું હતું.
જે બેનેડિક્ટની મેનેજમેન્ટ ટીમે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી. ટીમે લખ્યું કે, ખૂબ દુખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે ચાર એપ્રિલના રોજ કોરોનાના કારણે જયનું નિધન થયું હતું. અમેરિક અભિનેતા બેનેડિક્ટ 1986માં આવેલી જેમ્સ કેમરૂનની સાયન્સ ફિક્શન ફિલ્મ એલિયન્સમાં રૂસ જોર્ડનની ભૂમિકા નિભાવી હતી. અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલા બેનેડિક્ટનો પરિવાર અમેરિકા છોડીને યુરોપ આવી ગયો હતો.
બેનેડિક્ટે પોતાના કરિયરની શરૂઆત 1997માં ફેમસ બ્રિટિશ સોપ અપેરા અમ્મારડેલથી કરી હતી. જેમાં તેમણે ડગ હેમિલ્ટન નામના એક બિઝનેસમેનની ભૂમિકા નિભાવી હતી. જે બેનિડિક્ટનો અભિનય કરિયર 40 વર્ષથી વધુનું રહ્યું છે. તે યુકેના જાણીતા ટીવી શો જેવા ધ બિલ જોનાથન ક્રિક, કૈઝુઅલ્ટી અને ફોયલ્સ વોરમાં જોવા મળ્યા હતા. તે 2012માં રીલિઝ થયેલી બેટમેન સીરિઝની ફિલ્મ ધ ડાર્ક નાઇટ રાઇઝિસમાં જોવા મળ્યા હતા.
હોલીવુડના આ એક્ટરનું કોરોનાના ચેપના કારણે થયું મોત, જાણો કઈ ફિલ્મોના કારણે બનેલા જાણીતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Apr 2020 10:04 AM (IST)
જે બેનેડિક્ટની મેનેજમેન્ટ ટીમે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી. ટીમે લખ્યું કે, ખૂબ દુખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે ચાર એપ્રિલના રોજ કોરોનાના કારણે જયનું નિધન થયું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -