વુહાનઃ ચીને કોરોના વાયરસના કેન્દ્ર વુહાન શહેરમાંથી લોકડાઉન હટાવી લીધું છે. આ લોકડાઉન 76 દિવસ  બાદ હટાવવામાં આવ્યું છે. તમને જણાવીએ કે કોરોના વાયરસને કારણે ચીન વુહાન શહેરમાં જાન્યુઆરીના અંતમાં જ લોકડાઉન લાગુ કર્યું હતું. આ દરમિયાન અહીંના તમામ લોકલ ટ્રાન્સપોર્ટ સહિત ઇન્ટરસિટી અને ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. તમને જણાવીએ કે, મંગળવારે ચીનમાં એક પણ મોતના સમાચાર આવ્યા ન હતા.


ચીનના વુહાનથી આ જીવલેણ વાયરસની શરૂઆત થઈ હતી. જેના કારણે લગાવાવમાં આવેલ લોકડાઉનને કારણે અહીં તમામ પ્રકારની સેવાઓ પર  પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનીક પ્રશાસને અહીં સાર્વજનિક ટ્રાન્સપોર્ટના સાધનો પરથી બેન હટાવી દીધો છે. હવે ઇન્ટરસિટી અને ઇન્ટરસ્ટેટ સેવાઓને ચાલુ કરવામાં આવી છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર હવે લોકોએ રસ્તા પર નીકળવાનું શરૂ કર્યું છે.

તમને જણાવીએ કે ચીનના હુબેઈ પ્રાંતમાં 25 માર્ચે જ લોકડાઉન હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ હુબેઈની રાજધાની વુહાનમાં આ લોકડાઉન ચાલુ રાખવામાં આવ્યું હતું. હુબેઈમાં લોકોને રંગીન કોડિત ક્યૂઆર કોડ આપવામાં આવ્યા છે. આ ક્યૂઆર કોડ તેમનું સ્વાસ્થ્ય દર્શાવે છે. માત્ર સારું સ્વાસ્થ્ય ધરાવતા ક્યૂઆર કોડવાળા લોકો પોતાના ઘરની બહાર નીકળી શકે છે. ઉપરાંત અન્ય લોકોને ઘરોની બહાર નીકળવાની મંજૂરી નથી.

જ્યારે પ્રતિબંધોમાં છૂટનો વિસ્તાર વુહાન સુધી હોવા છતાં દરેક ક્યૂઆર કોડવાળા લોકો શહેર અને પ્રાંત છોડવા માટે સક્ષણ હશે. તમને જણાવીએ કે, ડિસેમ્બરથી જ વુહાન શહેરમાં કોરોના વાયરસનો પગપેસારો શરૂ થઈ ગયો હતો. બુધવારે લગભગ 55,000 લોકો ટ્રેનથી વુહાન છોડે તેવો અંદાજ છે. તેમાંથી મોટા ભાગના ચીનના પર્લ રિવર ડેલ્ટા તરફ આગળ વધી રહ્યા છે. સ્થાનીક રેલવે પ્રાધિકરણ અનુસાર પ્રથમ ટ્રેન દક્ષિણ  ચીનના ગુઆંગ્શી જુઆંગ સ્વાયત્ત ક્ષેત્રના નાનનિંગમાં સવારે 7-06 કલાકે જશે.