ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, તે કોરોના વાયરસ સામેની લડાઈમાં 1 અબજ ડોલરની મદદ કરી રહ્યા છે. જેકે આગળ લખ્યું કે આ મદદ સ્ટાર્ટ સ્મોલ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે આપણે આ મહામારી સામે જીતી જઈશું ત્યારે આ ફંડનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવશે.
તેમણે આગળ લખ્યું કે, આ સમગ્ર ફંડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો રહ્યો છે તેનું ટ્રેકિંગ પણ સમગ્ર વિશ્વના કોઈપણ ખુણાથી કોઈપણ વ્યક્તિ કરી શકશે. તેના માટે જેકે એક લિંગ પણ શેર કરી છે જેમાં ફંડના હિસાબની શીટ શેર કરવામાં આવી છે. ટ્વિટરના સીઈઓ પહેલા મોટી ટેક કંપનીઓના પ્રમુખે પણ કોરોના સામેની લડાઈમાં આર્થિક મદદ કરી ચૂક્યા છે.
ફેસબુકમના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે 30 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી હતી. તેમાથી મોટાભાગની રકમ ઉપચાર બનાવવના પ્રયત્નો પર કેન્દ્રિત છે. આ દરમિયાન ભુખનો સામનો કરી રહેલ લોકોની મદદ કરવા માટે એમેઝોનના જેફ બેજોસે અમિરાકમાં ખાદ્ય બેંકોને 100 મિલિયન ડોલરની મદદ કરી હતી. જ્યારે એપલના સીઈઓ ટિમ કુકે માર્ચમાં જાહેરાત કરી હતી કે કંપની ઇટલીને મેડિકલ સપ્લાઈ દાન કરશે.