વૉશિંગટનઃ ઇથોપિયામાં થયેલી વિમાન દૂર્ઘટના બાદ વિમાન બનાવનારી કંપી બૉઇંગની સમસ્યા વધુ વિકટ બની છે. આ દૂર્ઘટના બાદ ભારત સહિત કેટલાક દેશોએ બૉઇંગના 737 મેક્સ વિમાનોને કામગીરીમાં બહાર કરી દીધા હતા. હવે અમેરિકએ પણ આ પગલુ ભર્યુ છે.




અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં બુધવારે સંવાદદાતાઓને કહ્યું કે, ''આ બધા વિમાનોને તાત્કાલિક બહાર કરી દેવામાં આવે'' આ પહેલા ભારત સહિત ચીન અને યુરોપીય દેશોએ આ બૉઇંગ વિમાનોને બહાર કરી દીધા હતા.

નોંધનીય છે કે, રવિવારે બૉઇંગનું એક 737 મેક્સ વિમાન ઇથોપિયામાં દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ, જેમાં 157 લોકોના મોત થઇ ગયા હતા.