વૉશિંગટનઃ દુનિયાભરમાં કોરોનાનો કેર યથાવત છે, અને અમેરિકા કોરોનાનુ કેન્દ્ર બની ગયુ છે. મહામારીમાં અમેરિકા ભયાનક રૂપ લઇ રહ્યું છે, તાજા આંકડા પ્રમાણે કોરોના અમેરિકામાં એક લાખથી વધુને ભરખી ગયો છે, આ મામલે દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

મંગળવારે અમેરિકામાં 18,929 નવા કેસો નોંધાયા છે, અને 775 કોરોના પીડિતોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે એક દિવસ પહેલા અમેરિકામાં 19,790 નવા કેસો નોંધાયા હતા, અને 505 લોકોના મોત થયા હતા. આખી દુનિયામાં લગભગ એક તૃત્યાંશ કોરોનાના દર્દીઓ માત્ર અમેરિકામાં છે. અહીં 17 લાખથી વધુ લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે.



વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા બુધવારે સવાર સુધી વધીને 17 લાખ 25 હજારને પાર પહોંચી ગઇ છે. વળી કુલ 1 લાખ 580 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે 4 લાખ 78 હજાર લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે.

રિપોર્ટ પ્રમાણે અહીં કુલ 6 ટકા કોરોના સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 28 ટકા લોકો આ બિમારીથી સાજા થઇ ચૂક્યા છે. અહીં હાલમાં 17 લાખથી વધુ લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 373,622 કેસો સામે આવ્યા છે, માત્ર ન્યૂયોર્કમાં જ 29,451 લોકો માર્યા ગયા છે. આ પછી ન્યૂજર્સીમાં 157,015 કોરોના દર્દીઓમાંથી 11,197 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત મેસેચ્યૂએટ્સ, ઇલિનૉયસ પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.