વૉશિંગટનઃ કોરોના વાયરસ કેટલો ખતરનાક છે, તેનો અંદાજ અમેરિકા પરથી લગાવી શકાય છે. શક્તિશાળી અમેરિકાએ કોરોના સામે ઘૂંટણ ટેકી દીધા છે. તાજા રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં મરનારાઓની સંખ્યા વધીને 20 હજારને પાર પહોંચી ગઇ છે.

રિપોર્ટ પ્રમાણે, હવે અમેરિકામાં મરનારાઓની સંખ્યા ઇટાલીથી પણ વધુ થઇ ગઇ છે. અમેરિકામાં મૃતકોની સંખ્યા 20,577 થઇ ગઇ છે, વળી અમેરિકામાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 532,879 છે. વળી ઇટાલીની વાત કરીએ તો ઇટાલીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 152,271 છે, જેમાં 19,468 લોકોના મોત થઇ ચૂક્યા છે.



કોરોના મામલે ટ્રમ્પે શું કહ્યું....
કોરોના મામલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સંક્રમણના મામલામાં પહેલા કરતા સુધારો આવ્યો છે, અમે ફરીથી ઉભા થઇશુ.



ન્યૂયોર્ક મહામારીનું કેન્દ્ર બન્યુ....
અમેરિકામાં ન્યૂયોર્ક મહામારીનું કેન્દ્ર બન્યુ છે, અહીં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 70 હજારથી વધુ છે. અહીં 7800 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે પાડોશી રાજ્ય ન્યૂજર્સીમાં બે હજારથી વધુ મોત થઇ ચૂક્યા છે, અને 54 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.