વોશિંગટન: અમેરિકામાં 24 કલાકની અંદર ગોળીબારની બીજી ઘટના સામે આવી છે અને તેમા 9 લોકોના મોત થયા છે. આ ઘટના ઓહિયો રાજ્યના ડેટોન શહેરમાં બની છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું કે શૂટરનુ મોત થયું છે. ગોળીબારમાં કુલ 16 લોકો ઘાયલ થયા છે જેની સારવાર નજીકના હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસ આસપાસના તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ મામલે તપાસ શરૂ કરી છે.


ડેટોન પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પોલીસે લોકો પાસેથી પણ જાણકારી માંગી છે. પોલીસે નંબર જાહેર કરતા લખ્યું કે કોઈ વ્યક્તિ પાસે આ ઘટના સાથે જોડાયેલી માહિતી હોય તો અમને જણાવે. એફબીઆઈ આ મામલાને પોતાના હાથમાં લઈ લીધો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ટેક્સાસમાં શનિવારે વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 20 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ સંદિગ્ધોની અટકાયત કરી હતી. ટેક્સાસના લેફ્ટિનેન્ટ ગર્વનર ડૈન પૈટ્રિકના મુજબ ગોળીબારની ઘટનામાં 20 લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે સવારે 10 વાગ્યે બની હતી.