Transgender Model Rose Montoya : રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વ્હાઇટ હાઉસે ગયા સપ્તાહના અંતમાં અમેરિકામાં 'પ્રાઈડ મંથ'ની ઉજવણી કરી હતી. વ્હાઇટ હાઉસમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી 'પ્રાઈડ સેલિબ્રેશન' કહેવાય છે. પરંતુ આ ઉજવણીમાં એક ટ્રાંસજેન્ડરે જો બાઈડેનની સામે જ એવી તે હરકત કરી કે તેઓ શરમથી પાણી પાણી થઈ ગયા હતા. આ સમારોહને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


પ્રાઈડ મન્થ સેલિબ્રેશનમાં એક ટ્રાન્સજેન્ડર પ્રભાવક કેમેરા સામે જ અચાનક ટોપલેસ થઈ ગયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે પ્રભાવક આવું કૃત્ય કરી રહ્યો હતો ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ પણ ત્યાં હાજર હતા.


આ ટ્રાન્સજેન્ડર પ્રભાવકનું નામ રોઝ મોન્ટોયા છે. આ ઘટના શનિવારે ઘટી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રોઝ મોન્ટોયાને અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે પ્રાઇડ મહિનાની ઉજવણીમાં ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને મળતી દર્શાવવામાં આવી હતી.


અમેરિકી પ્રમુખ જો બાઈડેન 2 વર્ષમાં 5મી વખત ઠોકર ખાઈને પડેલા કે પડતા પડતા રહી ગયેલા જો બાઈડેનને આ વીડિયોમાં હેપ્પી પ્રાઈડ મંથ, હેપ્પી પ્રાઈડ યર, હેપ્પી પ્રાઈડ લાઈફ કહેતા સાંભળી શકાય છે. બાઈડેને કહ્યું હતું કે, તમે લોકો સૌથી બહાદુર અને સૌથી પ્રેરણાદાયી લોકો છો. આ વીડિયોમાં જ રોઝ હાથ મિલાવતા અને રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે સેલ્ફી માટે પોઝ આપતા જોઈ શકાય છે.


આ વીડિયોમાં મોન્ટોયા કહેતા જોવા મળ્યા હતા કે "ટ્રાન્સ રાઇટ્સ એ માનવ અધિકાર છે!" ક્લિપમાં મોન્ટોયાને વ્હાઇટ હાઉસની સામે અનેક પોઝ આપતા જોઈ શકાય છે. પરંતુ મોન્ટોયાને અચાનક જ કપડા ઉતારી નાખ્યા હતાં. એક ક્લિપમાં રોઝ તેનું ટોપ ઉતારીને તેના સ્તનોને ઢાંકતી જોવા મળે છે.






આ વીડિયો વાયરલ થયા બાદ રોઝ મોન્ટોયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર છે કે, જૂન 2023માં વિશ્વભરના ટ્રાન્સજેન્ડરો 'પ્રાઈડ મંથ'ની ઉજવણી કરી રહ્યા છે. આની ઉજવણી કરવા ટ્રાન્સજેન્ડરો વ્હાઇટ હાઉસની સાઉથ લેનમાં એકઠા થયા હતા. તેને આ માટે બાઈડેન વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 'પ્રાઈડ મંથ' સમારોહમાં ભાગ લીધા બાદ બાઈડેન પ્રશાસન પર ફ્લેગ કોડના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


સમારોહ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા વ્હાઇટ હાઉસ પર મેઘધનુષ્ય રંગનો પ્રાઇડ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. તેમાં વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉન પર ધ્વજનો સમૂહ દર્શાવવામાં આવ્યો હતો. આ સેટમાં બે અમેરિકન ધ્વજ સાથે મેઘધનુષ્ય રંગીન પ્રાઇડ ધ્વજનો સમાવેશ થાય છે. જે અમેરિકાના બે ધ્વજ વચ્ચે લગાવવામાં આવ્યો હતો.


આ માટે હવે બાઈડેન પ્રશાસનની ટીકા થઈ રહી છે. કેટલાક ટ્વિટર યુઝર્સે કહ્યું કે તે યુએસ ફ્લેગ કોડનું ઉલ્લંઘન કરે છે. ટીકાકારો કહે છે કે, અમેરિકન ધ્વજ એવા કોઈપણ પ્રદર્શનના કેન્દ્રમાં હોવો જોઈએ જેમાં બહુવિધ રાષ્ટ્રીય ધ્વજ અથવા ચિહ્નો હોય.