ન્યૂયોર્કઃ દુનિયાભરમાં કોરોના વાયરસના પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીન સરકાર પર 20 ટ્રિલિયન ડોલરના વળતરનો કેસ દાખલ કર્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો પ્રચાર એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે.

અમેરિકાના ટેક્સાસની કંપની બજ ફોટોઝ, વકીલ લૈરી ક્લેમૈન અને સંસ્થા ફ્રીડમ વાચે મલીને ચીન સરકાર, ચીની સૈન્ય, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શી ઝેનગ્લી અને ચીની સૈન્યના મેજર જનરલ છેન વેઇના વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે.

ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે ચીની વહીવટીતંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું હતું. જેના કારણે આ વાયરસ ફેલાયો છે અને એટલા માટે તેમણે 20 ટ્રિલિયનનું વળતર માંગ્યું છે. આટલી તો ચીનનો કુલ જીડીપી પણ નથી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચીને વાસ્તવમાં અમેરિકન નાગરિકોને મારવા અને બીમાર કરવાનું કાવતરું રચ્યું છે.