અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના આશરે 10,000 મામલા સામે આવ્યા છે. જયારે 150 લોકોએ જીવ ગુમાવ્યો છે. લાખો અમેરિકન લોકડાઉન થવાથી, નેશનલ ગાર્ડ અને સૈન્ય બળોની હાજરી હોવા છતાં ન્યૂયોર્કમાં 53 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 25,000થી વધુ લોકો મામલા સામે આવ્યા છે.
કોવિડ-19ની જાણકારી આપતી વેબસાઇટ મુજબ અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 50,000 થઈ ગઈ છે.
વિશ્વની મહાશકિતનો દાવો કરતુ અમેરિકા હવે કોરોના મહામારી આગળ લાચાર અને અસહાય જણાઈ રહ્યુ છે. કોરોનાને કાબુ કરવા અમેરિકાએ 2 ટ્રિલીયન ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે.