અમેરિકન હાઉસ અફેર્સ કમિટીના એક નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. આ કમિટીના ચેરમેન એલિએટ એલ અંગેલ અને સેનેટર બોબ મેનેંડેઝ એ સંયુકત નિવેદન રજૂ કરતાં કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લોકતંત્ર હોવાના નાતે ભારતની સમક્ષ પોતાના તમામ નાગરિકોની સુરક્ષા અને સમાન અધિકારોને પ્રોત્સાહિત કરવાની જવાબદારી છે. આ જ રીતે બધા માટે દરેક પ્રકારની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી, સૂચનાની ઉપલબ્ધતા અને કાયદા પ્રમાણે સૌને સમાન સંરક્ષણ આપવાની તક છે. પારદર્શિતા અને રાજકીય સહભાગિતા પ્રતિનિધિ લોકતંત્રનો આધારસ્તંભ છે. અમને આશા છે કે જમ્મુ-કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું અનુપાલન કરશે.
તેની સાથે જ આ નિવેદનમાં પાકિસ્તાનને કહ્યું છે કે LoC પર ઘૂસણખોરી કરવાના સમર્થન સહિત પાકિસ્તાને કોઇપણ પ્રકારની બદલાની કાર્યવાહીથી બચવું જોઇએ. તેની સાથે જ પાકિસ્તાની જમીન પર પોષતા આતંકી માળખાની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરીને દેખાડવી જોઇએ.