બેઇજિંગઃ ચીનની કોરોના વાયરસ સામે જીતનો દાવો પોકળ સાબિત થયો છે. અહીં ફરીથી કોરોનાના કેસો સામે આવવા લાગ્યા છે.

એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, એક રિપોર્ટ અનુસાર, માછલીથી આ નવો વાયરસ ફેલાયો છે, અહીં સૌથી મોટા બજારમાં માછલી કાપનારા બોર્ડ પર વાયરસ મળી આવ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગમાં આ વાયરસનો 67 લોકો ભોગ બન્યા છે, જેના કારણે તંત્રએ તાત્કાલિક ધોરણે એક્શન લીધી છે. ચીનના બેઇજિંગમાં 67માંથી 42 કેસો નોંધાયા છે. સરકારે અહીં 90 હજાર લોકોનો ટેસ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે, અને આકરા પગલા ભરતા બેઇજિંગમાં સ્કૂલ, સિનેમા હૉલ, સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષને પણ બંધ કરીને લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે.



બેઇજિંગમાં રવિવારે 76499 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો, આમાથી 59 લોકો પૉઝિટીવ નીકળ્યા હતા. રાજધાનીમાં કેટલીય જગ્યાએ મોટાભાગની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દેવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ આના પર નજર રાખી રહ્યું છે.

બેઇજિંગમાં સંક્રમણનુ મુખ્ય કેન્દ્ર શિન્ફાદી બજાર છે. રાજધાનીના સૌથી મોટા શાકભાજી અને માંસ બજારમાં આવી રીતે કોરોનાના વાયરસના કેસો મળતા ચિંતા વધી ગઇ છે. સરકારે આ માર્કેટની સાથે સાથે બીજા છ બજારોને પણ બંધ કરી દીધા છે.



ખાસ વાત છે કે બેઇજિંગમાં બજારમાં માછલી કાપવાના બોર્ડ પર આ નવો માછલીથી કોરોના વાયરસ સામે આવ્યો છે. આ બજારમાંથી લીધેલા 40 પર્યાવરણીય નમૂના પણ સંક્રમિત નીકળ્યા છે. સરકાર આ બજાર સાથે જોડાયેલા 10 લોકોનુ ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે, અત્યારુ સુધી અહીંથી 6 લોકો સંક્રમિત નીકળ્યા છે.

ઉપરાંત ચીની સરકારે ઢાકાથી ગ્વાંગ્ઝૂ માટે ફ્લાઇટો પણ બંધ કરી દીધી છે, 17 યાત્રીઓ સંક્રમિત નીકળ્યા બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે.

ડબલ્યૂએચઓના અધિકારીઓએ કહ્યું કે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ માછલીની આયાત કે પેકેજમાંથી આવ્યો હોઇ શકે, પણ આ પુરતુ કારણ નથી.