ઢાકાઃ પ્રચંડ વાવાઝોડા 'એમ્ફાન'ની તીવ્રતા વધતા જોખમ ઉભુ થયુ છે, 'એમ્ફાન'ને લઇને હવે બાંગ્લાદેશ સરકારે લગભગ 20 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટેનો આદેશ આપી દીધો છે.
'એમ્ફાન' વાવાઝોડુ પ્રચંડ જોર સાથે આગળ વધી રહ્યુ છે, જેને ધ્યાનમાં રાખતા, આપદા પ્રબંધન મંત્રાલયેના સચિવ શાહ કમાલે કહ્યું- દક્ષિણ-પશ્ચિમ અતિ પ્રભાવિત 19 જિલ્લાઓના તંત્રના લોકોનો જીવ બચાવવા માટે બધી તૈયારીઓ કરવાનુ કહેવાયુ છે. તેમને કહ્યું કે, 'એમ્ફાન'ના તટીય વિસ્તારો તરફ આગળ વધવાના કારણે સ્થાનિક તંત્રને ઓછામાં ઓછા 18 થી 20 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાના નિર્દેશ આપવામા આવ્યા છે.
એનડીઆરએફના મહાનિર્દેશક એસએન પ્રધાને સૂચના આપતા કહ્યું કે, એનડીઆરએફ 'એમ્ફાન'ના સરળતાથી નથી લઇ રહ્યું, કેમકે આવુ બીજીવાર બન્યુ છે જ્યારે ભારત બંગાળની ખાડીમાં આવેલા પ્રચંડ ચક્રવાતી વાવાઝોડાનો સામનો કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રએ દેશમાં એમ્ફાનથી મોટુ નુકશાન થવાની વાત કહી હતી.
એમ મહાપાત્રાએ કહ્યું કે, ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાન પ્રચંડ તાકાત સાથે ત્રાટકશે, અને દેશમાં મોટા પાયે નુકશાન પહોંચાડી શકે છે. તેમને બ્રિફીંગમાં કહ્યું કે ચક્રવાત મોટા વાવાઝોડામાં ફેરવાઇ ગયુ છે, અને 20 મેએ પશ્ચિમ બંગાળની દ્રીઘા દ્વીપ અને બાંગ્લાદેશના હતિયા દ્વીપસમૂહની વચ્ચે ટકરાઇ શકે છે.
મહાપાત્રએ કહ્યું કે, તે સમય દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, જે 165થી 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઇ શકે છે, અને તે 195 કિલોમીટર કલાકની ઝડપ સુધી પહેંચશે. આ પ્રચંડ વાવાઝોડુ 20 મેની બપોર કે તે પછી સાંજ સુધીમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને અને દ્રીઘા (પશ્ચિમ બંગાળ) તથા હતિયા (બાંગ્લાદેશ) દ્વીપસમૂહોની વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ તટીય વિસ્તારોને પાર કરવાની મોટી સંભાવના છે.
'એમ્ફાન' વાવાઝોડાનુ જોર વધ્યુ, બાંગ્લાદેશે 20 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનો આપ્યો આદેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 12:41 PM (IST)
'એમ્ફાન'ને લઇને હવે બાંગ્લાદેશ સરકારે લગભગ 20 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટેનો આદેશ આપી દીધો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -