ડોનાલ્ડ ટ્રંપની જીત વિરુદ્ધ અમેરિકાના તમામ શહેરોમાં વિરોધ પ્રદર્શન, લાખો લોકો ઉતર્યા રસ્તાઓ પર
abpasmita.in | 10 Nov 2016 05:38 PM (IST)
ન્યૂયૉર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપની જીત વિરુદ્ધ પ્રદર્શન માટે અમેરિકામાં લાખો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા અને તેમના કટ્ટર અને નસ્લવાદી વિચારોની નિંદા કરતા આવ્રજન અને મુસ્લિમો પર ચૂંટણી જાહેરાતો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિંટન વિરુદ્ધ જીત મેળવ્યા પછી માત્ર એક દિવસ પછી તમામ ઉંમર, ધર્મ અને રાષ્ટ્રીયતાના લોકો ન્યૂયૉર્ક, શિકાગો, ફ્લોરિડા, બોસ્ટન, કેલિફોર્નિયા, કોલોરાડો, સીએટલ અને અન્ય શહેરોના પ્રમુખ સ્થાનો પર ભેગા થયા અને ટ્રંપ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ હાથમાં બેનરો લઈ રસ્તાઓ અને રાજમાર્ગો પર ટ્રંપ અમારા રાષ્ટ્રપતિ નથી, તેવા સૂત્રોચ્ચાર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ન્યૂયૉર્કમાં પ્રદર્શનકારી ફિક્થ એવેન્યૂની 14મા સ્ટ્રીટથી લગભગ 40 સ્ટ્રીટ સુધી ચાલીને ગયા હતા. જ્યાં ટ્રંપના પ્રચાર અભિયાનના કાર્યાલય ‘ધ ટ્રંપ ટાવર્સ’ સ્થિત છે. પ્રદર્શનના કારણે ટૉવરની આજુબાજુના રસ્તાઓ પુરી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા.