Arabian Sea: અરબ સાગરમાં ફરી એકવાર લૂંટારુઓએ એક જહાજને નિશાન બનાવ્યું છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોચીથી લગભગ 700 નોટિકલ માઈલ પશ્ચિમમાં સોમાલિયન ચાંચિયાઓએ ઈરાની ફિશિંગ જહાજને હાઈજેક કર્યું હતું. જો કે આ ઘટના બાદ ભારતીય નૌકાદળે તેનું યુદ્ધ જહાજ બચાવમાં તૈનાત કરીને તેને ચાંચિયાઓના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું.






અધિકારીઓએ જણાવ્યું કે આ ઈરાની જહાજનું નામ એમવી ઈમાન છે અને તેમાં 17 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ તેમાં સવાર લોકોને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. થોડી જ વારમાં યુદ્ધ જહાજમાં હાજર ધ્રુવ હેલિકોપ્ટરે ઈરાની જહાજને ઘેરી લીધું અને તેને ચેતવણી આપ હતી. આ પછી સોમાલિયાના ચાંચિયાઓને તેમના હથિયારો નીચે ફેંકીને સોમાલિયા તરફ જવા માટે કહેવામાં આવ્યું. આ પછી નેવીએ જહાજમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.


નોંધનીય છે કે અગાઉ સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલ MV Lila Norfolk જહાજમાં સવાર તમામ 15 ભારતીયોને બચાવી લેવાયા હતા. આ સિવાય ભારતીય નેવીએ છ ક્રૂ મેમ્બર્સને પણ બચાવ્યા હતા. 


સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.


નેવીએ ઓપરેશન હાથ ધર્યું હતું
ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો શુક્રવાર (5 જાન્યુઆરી)ના રોજ લાઇબેરિયાના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ એમવી લીલા નોરફોક પર ઉતર્યા હતા અને ઓપરેશન હાથ ધર્યું હતું. આ સિવાય નેવીનું INS ચેન્નાઈ નોરફોક જહાજની નજીક પહોંચી ગયું હતું. નૌકાદળે મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I અને લાંબા અંતરના 'પ્રિડેટર MQ9B ડ્રોન'ને એમવી લીલા નોર્ફોકને હાઇજેક કર્યા બાદ શોધવા માટે તૈનાત કર્યા હતા