Sunita Williams Press Conference: અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વીને ખૂબ મિસ કરે છે. શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ (PC) દરમિયાન, બંન્ને અવકાશયાત્રીઓએ પૃથ્વીથી 400 કિમી દૂરથી તેમના વિશે લેટેસ્ટ જાણકારી આપી હતી. આ દરમિયાન સુનિતા વિલિયમ્સે કહ્યું કે, અવકાશ મારી પ્રિય જગ્યાઓમાંથી એક છે અને મને અહીં રહેવું ગમે છે.


 






ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને પ્રેસ સાથે વાત કરતા સુનિતા વિલિયમ્સે, અવકાશયાનના પરત ફરવા અને ફેબ્રુઆરી 2025 સુધી સ્વદેશ પરત ફરવાના નિર્ણય અંગેના વિચારો શેર કર્યા. આ દરમિયાન બંને અવકાશયાત્રીઓએ જણાવ્યું કે તેમના બોઈંગ સ્ટારલાઈનરને પાછા જતા જોઈને ખૂબ જ દુઃખ થયું હતું.


મારા માટે આ ખુશીની જગ્યા છે: સુનીતા વિલિયમ્સ


પ્રેસ વાર્તા દરમિયાન સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે, સ્ટેશન લાઇફમાં ફેરફાર "એટલો મુશ્કેલ ન હતો" કારણ કે બંને અવકાશયાત્રીઓ પહેલા ત્યાં રહેતા હતા. તેણે કહ્યું, મારા માટે આ ખુશીની જગ્યા છે. મને અંતરિક્ષમાં રહેવું ગમે છે. અમે સ્ટારલાઈનરને પૂર્ણ કરવા માંગતા  હતા અને તેને દેશમાં પાછું લેન્ડ કરાવવા માગતા હતા, પરંતુ તેના માટે અમારે આગળની તક શોધવી પડશે.


હું થોડી નર્વસ હતી કારણ કે... સુનીતા વિલિયમ્સ


અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે આગળ કહ્યું કે, તે થોડી નર્વસ હતી કારણ કે તે તરત જ ઘરે પરત ફરી શકતી નહોતી. તેમણે કહ્યું, મારા મગજમાં જમીનીસ્તરે એવા લોકો છે કે જેમની પાસે મારા પરિવારની જેમ કેટલીક યોજનાઓ છે. મારી માતા સાથે સમય વિતાવવો છે. મને લાગે છે કે હું તેના વિશે વધુ ચિંતિત હતી. વિલિયમ્સ તેની માતા સાથે કિંમતી સમય પસાર કરવાની તક ગુમાવવાને કારણે થોડા સમય માટે ચિતિંત હતી. વિલિયમ્સે કહ્યું કે તે એક જ મિશન પર બે અલગ-અલગ અવકાશયાન ઉડાડવા માટે ઉત્સાહિત છે. અમે ટેસ્ટર છીએ, આ અમારું કામ છે.


આ પણ વાંચો...


Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર