ન્યૂયોર્ક: અહેવાલો છે કે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વિસ્ફોટ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. હાલ આ આંકડો સ્પષ્ટ નથી પણ 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ ઘટના અંગે જાણ થતાં આપાતકાલિન સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક મોટા બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. લોકો સોશિયલ મીડિયા પર ઘટનાસ્થળની તસવીરો પોસ્ટ કરીને અવગત કરી રહ્યા છે.
ન્યૂયોર્કના ફાયર ડિપાર્ટમેંટે કહ્યું છે કે બ્લાસ્ટ સ્થાનિક સમય મુજબ રાતના લગભગ નવ વાગ્યા આસપાસ થયો હતો.
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર આઠ એમ્બ્યુલંસ હોસ્પિટલ તરફ ગઈ છે. અગ્નિશામક અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. આ બ્લાસ્ટ ન્યૂજર્સીમાં એક પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટના થોડા સમય પહેલા જ થયો હતો.