મેલબોર્નઃ દુનિયાભરમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધી રહી છે. કોરોના સામેની લડાઈમાં જીતવા માટે દવા બનાવવા દુનિયાભરના વિજ્ઞાનીઓ તથા સંશોધકો કામે લાગ્યા છે ત્યારે ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીએ કોરોનાનો ખાતમો કરે તેવી દવા શોધી કાઢી હોવાનો દાવો કરીને ખુશ ખબર આપ્યા છે.


ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓનો દાવો છે કે, માથામાં પડેલી જુ મારવાની દવા 48 કલાકમાં કોરોનાવાયરસનો ખાત્મો કરી શકે છે. આ દાવો ચોંકાવનારો છે પણ વિજ્ઞાનીઓનો દાવો છે કે, તેમણે સચોટ પરીક્ષણો પછી આ દાવો કર્યો છે. આ દાવો સાચો પડશે તો કોરોનાવાયરસ સામેની લડતમાં અસરકારક હથિયાર મળી જશે. જૂ મારવાની દવા ઘણાં ઘરોમાં હોય જ છે તે જોતાં આ બહુ મોટા સમાચાર છે.

આ પહેલાં અમેરિકી સાયન્ટિસ્ટ ડો. જેકબ ગ્લાનવિલેએ દાવો કર્યો હતો કે, તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડૉ. ગ્લાનવિલેએ જણાવ્યું છે કે, સાર્સ પેદા કરનારા વાયરસ વિરૂધ્ધ ઉપયોગ કરાયેલા અનેક એન્ટીબૉડીઝનાં ઉપયોગથી   તેમની ટીમે કોરોનાનો ઈલાજ શોધવામાં  સફળતા મેળવી નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી ‘પૈન્ડેમિક’થી ડો. ગ્લાનવિલે દુનિયાભરમા જાણીતા બન્યા છે.

રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે, તેમની ટીમે સાર્સની વિરુધ્ધ 2002માં ઉપયોગમાં લેવામાં આવેલા 5 એન્ટીબોડીઝનો ઉપયોગ કર્યો છે. આ જ એન્ટીબોડીઝ દ્વારા તેમણે કોરોના વાયરસનો ઇલાજ શોધવાનો પ્રયત્ન કર્યો. SARS-CoV-2 અને COVID-19 એક જ ફેમિલીનાં વાયરસ છે.

અમેરિકી વૈજ્ઞાનિકે કહ્યું કે, અત્યાર સુધી તેઓ એન્ટીબોડીઝનાં લાખો વર્ઝન તૈયાર કરી ચૂક્યા છે અને તેમને મ્યૂટેટ પણ કરવામાં આવ્યા છે. નવા એન્ટીબોડીઝનાં માણસો પર પરીક્ષણ થયા બાદ તેનો ઉપયોગ કોરોના વાયરસના ચેપનો ઈલાજ  કરવામાં કરી શકાશે. આ અંગેનાં પરીક્ષણ સફળ થયા બાદ સરકારી એજન્સીની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.  તમામ રિસર્ચ ફરીથી શરૂ કરાયા તેના કારણે એન્ટીબોડીઝ તૈયાર કરવામાં વધારે સમય લાગી શકે છે પણ બહુ જલદી આ દવા લોકોના ઈલાજમાં ઉપયોગમાં લઈ શકાશે.