વોશિંગ્ટનઃ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં સામે આવ્યા છે અને ત્યાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના મિત્ર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે.
અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. જેને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ્સ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. ઉપરાંત ટેબલેટનો જથ્થો વહેલી તકે રિલીઝ કરવા કહ્યું હતું.
ટ્રમ્પે શું કહ્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ભારત મોટી માત્રામાં આ દવાને બનાવે છે. ભારતની વસતિ એક અબજથી વધારે છે. તેમના લોકો માટે આ દવાની જરૂર હશે. મેં પીએમ મોદીને કહ્યું કે, જો તેઓ ઓર્ડર મોકલશે તો હું આભારી થઈશ. હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ કોરોના દર્દીની સારવારમાં કરવામાં આવે છે.
કોરોનાને લઈ અમેરિકાની શું છે સ્થિતિ
અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ છે. જ્યારે 8000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં લોકડાઉન દરમિયાન નિકળનારાંના વાહનો થશે જપ્ત, જાણો કોને કોને અપાઈ છૂટ ?
Coronavirus: BJPના દિગ્ગજ નેતાનું નિવેદન, કહ્યું- ‘તબલીગી જમાતના લોકો માનવ બોંબની જેમ ફરી રહ્યા છે’
દિલ્હીના મરકઝથી પરત ફરેલા વ્યક્તિનો Corona રિપોર્ટ આવ્યો પોઝિટિવ, 11 દિવસ માટે સમગ્ર ગામ કરાયું સીલ, જાણો વિગત
Coronavirus: ટ્રમ્પે કર્યો મિત્ર મોદીને ફોન, માંગી આ ખાસ દવા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2020 10:52 AM (IST)
અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ છે. જ્યારે 8000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -