નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન મૂળના ક્રિકેટરને ઇગ્લેન્ડની અદાલતે રેપનો દોષિત માન્યો હતો અને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. 23 વર્ષીય એલેક્સ હેપબર્ને પોતાના સાથી ક્રિકેટરના બેડરૂમમાં મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ખેલાડીને વોટ્સએપ ગ્રુપ પર સેક્સુઅલ કોનક્વેસ્ટ ગેમ (વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાનું)માં ભાગ લીધો હતો. વોર્સેસ્ટશાયરના પૂર્વ ખેલાડી હેપબર્ને 2017માં બળાત્કાર ગુજાર્યો હતો. રિપોર્ટ અનુસાર, હેપબર્ને પોતાના મિત્રો સાથે એક વ્હોટ્સએપ ગેમમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં આ કૃત્ય કર્યું હતું.


કોર્ટમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે વોરસેસ્ટરશરના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડીએ વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાની સ્પર્ધાના કારણે આ ભૂલ કરી હતી. રિપોર્ટ અનુસાર, હેપબર્ને પોતાના મિત્રો સાથે એક વોટ્સએપ ગેમમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં બળાત્કાર ગુજાર્યો હતો.

જજ જિમ ટિંડલે કહ્યું કે, અપરિપક્વ ક્રિકેટર અને તેના સાથીઓએ કબૂલ કર્યું છે કે તે તમામ સેક્સિએટ્સ ગેમ રમી હતી. તેમને લાગ્યું કે આ ગેમ તેમની હીરોપંતીને દર્શાવશે પરંતુ તેમના આ વ્યવહારને બળાત્કારના દોષિત બનાવ્યા હતા.

પીડિતાએ કોર્ટમાં કહ્યું કે, અંધારામાં રૂમમાં તેને ખ્યાલ ના આવ્યો કે તે 23 વર્ષના હેપબર્ન સાથે હતી. તેને લાગ્યું કે, તે ક્લાર્ક સાથે સૂઇ રહી છે. પીડિતાએ કહ્યું કે, હેપબર્નના ઉચ્ચારણને કારણે તેને ખ્યાલ  આવ્યો કે તે ક્લાર્ક સાથે નહી પરંતુ હેપબર્ન સાથે છે. હેપબર્ન તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યો અને સેક્સ માટે ના પાડી છતાં તેની સાથે જબરદસ્તી સેક્સ કર્યુ હતું. ઓસ્ટ્રેલિયાના આ 23 વર્ષીય ક્રિકેટરે અત્યાર સુધીમાં બે લિસ્ટ-એ મેચ રમી છે જેમાં તેણએ 32 રન બનાવ્યા છે અને છ વિકેટ ઝડપી છે.