નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ભારત અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાનો જાહેરમાં સ્વીકાર કરવાનો એક પણ મોકો ચૂકતા નથી. ક્યારેક તે પીએમ મોદીને સારા મિત્ર ગણાવીને સેલ્ફી પોસ્ટ કરે છે તો ક્યારેક ભારતને ઓસ્ટ્રેલિયાના પ્રાકૃતિક ભાગીદાર ગણાવે છે.


રવિવારે સવારે ઓસ્ટ્રેલિયાના પીએમ મોરિસને સમોસા અને કેરીની ચટણી સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું, પીએમ મોદી આ વખતે આપણી વાતચીત વીડિયો કોન્ફરસન્સ દ્વારા થવા જઈ રહી છે.


જાપાનના ઓસાકામાં ગત વર્ષે થયેલી જી-20 બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પીએમ ભારતીય પ્રધાનમંત્રી સાથે તેમની સેલ્ફી ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોદી કેટલા સારા છે. ઓગસ્ટ 2019માં ફ્રાન્સના બિયારિટ્સમાં થયેલી શિખર બેઠકમાં પણ બંને નેતાઓ ઉષ્માભેર મળ્યા હતા.

મોરિસન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય જાન્યુઆરી 2020ના ત્રીજા સપ્તાહમાં થવાની હતી. મોરિસન ભારત આવવાના હતા પરંતુ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે તેમણે પ્રવાસ રદ્દ કર્યો હતો અને બાદમાં કોરોના સંકટના કારણે દ્વીપક્ષીય મંત્રણા વીડિયો કોન્ફરન્સ દ્વારા આગળ વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો.