નવી દિલ્હી: રશિયામાં માણસોમાં બર્ડ ફ્લૂના વાયરસના સંક્રમણનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. રશિયાએ આ વાતની પુષ્ટિ કરી કે, H5N8 એવિયન ફ્લૂ એટલે કે બર્ડ ફ્લૂનો વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો છે.રશિયાના રિસર્ચ સેન્ટર વેક્ટરના વૈજ્ઞાનિકોએ શનિવારે જાણકારી આપી હતી કે એક પોલ્ટ્રી ફાર્મના સાત કર્મચારીઓ બર્ડ ફ્લૂના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. રોસ્પોટ્રેનાડ્ઝોરના વેક્ટર રિસર્ચ સેન્ટરે માણસોમાં આ વાયરસની શોધ કરી છે.

અન્ના પપોવાએ રશિયા 24 બ્રોડકાસ્ટરને માહિતી આપી હતી કે ડિસેમ્બર મહિનામાં રશિયાના દક્ષિણમાં આવેલી એક પોલ્ટ્રીમાં આ મહામારીની એન્ટ્રી થઈ હતી. ત્યાં કામ કરતા સાત લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અન્ના પપોવાએ કહ્યું હતું કે, "ચેપગ્રસ્ત તમામ લોકો સારા છે. તેઓને ખૂબ જ હળવા લક્ષણો છે.