China Taiwan Conflict: યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતને લઇને ચીન ગુસ્સે ભરાયું છે. ચીને તાઈવાન પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. દરમિયાન, તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે તેમની વેબસાઇટ થોડા સમય માટે હેક કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ હેકિંગ ચીનના હેકર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જો કે આ અંગેની પુષ્ટી કરવામાં આવી નથી.
હાલમાં તાઇવાન તેના પ્રદેશની સાયબર સુરક્ષાને વધારવા માટે અન્ય સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત ઘણી સરકારી વેબસાઇટ્સ સાયબર હુમલાનો ભોગ બની હતી. કેટલાક અધિકારીઓનું માનવું છે કે આ વેબસાઈટ વધુ ત્રણ રશિયાના હેકર્સ દ્વારા હેક કરવામાં આવી હતી.
વાસ્તવમાં નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદથી ચીન એક્શનમાં આવી ગયું છે. તેણે તાઇવાનની સરહદમાં ફાઇટર પ્લેનથી અનેકવાર ઘૂસણખોરી કરી હતી. તાઈવાન અને અમેરિકા પર નિશાન સાધતા ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે બેઈજિંગને નારાજ કરનારાઓ માટે આ સારું નથી.
ચીનના સરકારી મીડિયા અનુસાર વિદેશ મંત્રી વાંગ યીએ ચેતવણી આપી છે કે જે કોઈ બેઈજિંગને હેરાન કરશે તેને સજા કરવામાં આવશે. નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "તે સંપૂર્ણ તમાશો છે. અમેરિકા કહેવાતી લોકશાહીની આડમાં ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત તાઈવાનમાં લોકશાહી વિશે નથી, તે ચીનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો મુદ્દો છે.
Commonwealth Games 2022: ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાને 3-2થી આપી હાર, સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
Gujarat Rain: ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ
Commonwealth Games 2022: ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને કચડ્યું , 8-0થી મેળવી જીત